આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મોની વાત કરીએ તો અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી’એ પ્રથમ દિવસે 15.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘લવ આજ કલ’એ 12.40 કરોડ, સ્ટ્રીટ ડાન્સર થ્રીડી ફિલ્મે 10.26 કરોડ અને શુભમંગલ જ્યાદા સાવધાન ફિલ્મે 9.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘બાગી 3 ’દુનિયાભરમાં 5,500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મ ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે બિઝનેસ એનાલિસ્ટ્સનું માનવું છે કે, કોરોના વાયરસના ડરના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ શાનદાર કલેક્શન કરવામાં સફળ થઈ શકી નથી.