પહેલા એક રૂમમાં ભાડે રહેતી નેહા કક્કડ, હવે આલીશાન બંગલાની તસવીર શેર કરી શું કહ્યું ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2020 10:52 PM (IST)
નેહાએ પોતાના જૂના ઘરની અને વર્તમાન બંગલાની તસવીર શેર કરી છે. ઋષિકેશમાં નેહાનુ બાળપણ આજ ઘરમાં પસાર થયું હતું.
મુંબઈ: ઈન્ડિયન આઈડલ સીઝન 2માં કન્ટેસ્ટેંટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનારી નેહા કક્કડ આજે બોલીવૂડની જાણીતી પ્લેબેક સિંગર છે. તેની આ સફર એટલી સરળ નહોતી. નેહાએ પોતાના બાળપણને યાદ કરતા પોતાના જૂના ઘરની એક તસવીર શેર કરી છે. નેહાએ પોતાના જૂના ઘરની અને વર્તમાન બંગલાની તસવીર શેર કરી છે. ઋષિકેશમાં નેહાનુ બાળપણ આજ ઘરમાં પસાર થયું હતું. આજે વર્ષો બાદ નેહા પોતાના આલિશાન ઘરમાં રહે છે. નેહાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'આ એ બંગલો છે જે અમારો છે. અને બીજુ ઘરે જ્યાં મારો જન્મ થયો હતો. આ જ ઘરમાં મારો પરિવાર એક જ રૂમમાં રહેતો હતો. જ્યાં મારી માતાએ એક ટેબલ રાખ્યુ હતું જે અમારૂ રસોડુ હતું. તે ઘર અમારૂ નહોંતુ. તેના માટે અમે ભાડુ આપતા હતા. અને આજે જ્યારે આજ શહેરમાં મારા બંગલાને જોવ છુ તો ઈમોશનલ થઈ જાવ છું. મારા પરિવારનો આભાર.' ઉલ્લેખનીય છે કે નેહા કક્કડ તાજેતરમાં ઈન્ડિયન આઈડલ 11ને જજ કરી ચૂકી છે. આ દરમિયાન આદિત્ય નારાયણ સાથેનો વેડિંગ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આદિત્યએ સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર શો માટે કરવામાં આવ્યું હતું તેણે કોઈ લગ્ન નથી કર્યા.