મુંબઇઃ ટાઇગર શ્રોફ આજની પેઢીનો એક્શન હીરો ગણાય છે. રિપોર્ટ છે કે ટાઇગર વર્ષ 1993માં રિલીઝ થયેલી સંજય દત્તની સુપરહિટ ફિલ્મ ખલનાયકની સિક્વલમાં દેખાશે. થોડાક દિવસો પહેલા ફિલ્મના રિમેકને લઇને ચર્ચા થઇ હતી, હવે ફરીથી વાત સામે આવી છે કે તે બહુ જલ્દી ફિલ્મનુ શૂટિંગ કરી શકે છે.

શું હશે ફિલ્મની કહાની.....
સંજય દત્તની સુપરહિટ ફિલ્મ ખલનાયકની કહાનીને સિક્વલમાં આગળ વધારવામાં આવશે. ફિલ્મની કહાની જ્યાં ખતમ થઇ હતી, ત્યાંથી શરૂ થશે. આ ઉપરાંત આ ફિલ્મની લીડ એક્ટ્રેસની શોધખોળ ચાલુ છે, તેની જાહેરાત બહુ જલ્દી થઇ જશે.

મજાની વાત એ છે કે ટાઇગર શ્રોફના પિતા જેકી શ્રોફ પણ ખલનાયકમાં એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં દેખાઇ ચૂક્યા છે. ફિલ્મમાં જેકીની એક્ટિંગની પણ ખુબ પ્રસંશા થઇ હતી.

વર્ષ 2014થી ફિલ્મ હીરોપંતીથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારો ટાઇગર શ્રોફ આજે દરેકના દિલોમાં રાજ કરી રહ્યો છે. ટાઇગરે એકપછી એક કેટલીય હીટ ફિલ્મો આપી છે.

ફાઈલ તસવીર