Bollywood News:બોલિવૂડ ફેમસ અભિનેતા (Bollywood Actor) નવાજદ્દીન સિદ્દીકીનો આજે 50મો જન્મદિવસ (Birthday) છે. તેમની ફિલ્મી કેરિયરના અનેક ડાયલોગ્સ યાદગાર અને ખૂબ ફેમસ છે. તેઓ પણ એક્ટિંગને લઇને મનોરંજનની દુનિયામાં ફેમસ છે. તેઓ આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફર્શથી અર્સ સુધી પહોંચવાની તેમની ગાથા પણ ખૂબ જ અનોખી અને સંઘર્ષભરી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ખૂબ જ નાની અને તમામ પ્રકારની ભૂમિકાઓ કરીને કરી હતી. આજે આખો દેશ તેમને ઓળખે છે. શું તમે જાણો છો કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (Cannes Film Festival)તેના ડેબ્યુ માટે સ્થાનિક દરજી દ્વારા સિલાઇ કરેલો સૂટ પહેરીને ગયા હતા.
નવાઝુદ્દીન સિદ્દીકી આજે સ્ટાર બની ગયા છે. તેણે મોટા ફિલ્મ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ ન હોવા છતાં, તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સારું નામ સ્થાપિત કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકી માટે આ સફર સરળ ન હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું ,કે તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ( Cannes Film Festival)ડેબ્યુ વખતે કોઈ ડિઝાઈનરનો સૂટ પહેર્યો ન હતો, પરંતુ તેણે પોતાનો કેન્સ ડેબ્યુ સૂટ સ્થાનિક દરજી પાસેથી સિલાઈ કરાવ્યો હતો. નવાઝનું કહેવું છે કે તેને કોઈ ડિઝાઈનરે આ સમયે તેને સપોર્ટ ન હતો કર્યો.
નવાઝ તેની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના સ્ક્રીનિંગ માટે પહેલીવાર કાન્સના રેડ કાર્પેટ પર ચાલ્યા હતો. આ ક્ષણને યાદ કરતાં તેણે કહ્યું કે તે સમયે તેમણે લોકલ દરજી પાસેથી સીવડાવેલો કોટ પહેર્યો હતો. જોકે હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું પહેલીવાર કાન્સમાં આવ્યો હતો. મારી ત્રણ ફિલ્મો પ્રદર્શિત થઈ રહી હતી. 13 વર્ષ સુધી મને એક્ટર તરીકે આગળ વધવાની કોઈ તક મળી ન હતી, મે નક્કી કર્યું હતું કે, મને જે મળશે તે હું કરીશ. પણ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ એ મારું જીવન બદલી નાખ્યું. મને ફેશન સેન્સ બિલકુલ ન હતી. મને ખબર પણ નહોતી કે એક દિવસ હું આવા કપડાં પહેરીશ."
નવાઝુદ્દીને જણાવ્યું હતું કે, ઘણા ડિઝાઇનરોએ તેમના માટે ડ્રેસ ડિઝાઇન કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે પ્રખ્યાત અભિનેતા નથી. પછી છેવટે તે સ્થાનિક દરજી પાસે ગયો અને તેમણ તેને બ્લેક રોટ સીવી આપ્યો હતો. એટલું જ નહીં, તેણે આ સૂટ લાંબા સમય સુધી પહેર્યો હતો. આ પછી, વર્ષ 2018 માં, જ્યારે તે 9મી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યો ત્યારે મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા સૂટમાં પહેર્યો હતો.
તે સમયે મનીષ મલ્હોત્રાએ નવાઝુદ્દીન માટે એક નહીં પરંતુ ત્રણ સૂટ તૈયાર કર્યા હતા. જેમાં એક રેડ કાર્પેટ માટે, બીજો 'મંટો'ના સ્ક્રીનિંગ માટે અને ત્રીજો તે બાદની પાર્ટી માટે હતો. આ પહેલાની દરેક ઇવેન્ટમાં તેમણે જૂનો લોકલ ટેલરે તૈયાર કરેલો જ સૂટ જ પહેર્યો હતો. જો તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'સેક્શન 108' 25 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. ગયા વર્ષે તે 'યાર કા સતાયા હુઆ હૈ' ગીતમાં જોવા મળ્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આમાં તેની સાથે શહનાઝ ગિલ હતી.