ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ સતત ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કરીને શીઝાન મોહમ્મદને શંકાના દાયરામાં મૂક્યો છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યાનો મામલો હાલ ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી સેટ પર વોશરૂમમાં ગઈ હતી અને લાંબા સમય સુધી પાછી ફરી ન હતી. દરવાજો તોડતા મૃતદેહ અંદર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારથી  પોલીસ તપાસ ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે.


પોલીસનો દાવો છે કે તુનિષા અને શીઝાન રિલેશનશિપમાં હતા. બંનેનું ભૂતકાળમાં બ્રેકઅપ થયું હતું, જે બાદ તુનિષા  હતાશા અને નિરાશામાં આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. તુનિષા આત્મહત્યા કેસમાં તેની માતાએ પણ અભિનેત્રીના બોયફ્રેન્ડ શીઝાન પર આરોપ લગાવ્યો છે. તેમજ તેણે સ્પષ્ટતા કરી છે કે 20 વર્ષીય અભિનેત્રી ગર્ભવતી નહોતી. 


તેમણે કહ્યું કે લદ્દાખ પ્રવાસ દરમિયાન બંનેની નિકટતા વધી હતી. આટલું જ નહીં, તુનિષા દર બીજા દિવસે શિઝાનના ઘરે જતી હતી. અભિનેત્રીની માતાના જણાવ્યા અનુસાર, શિઝાનના પરિવારના સભ્યો, માતા અને બહેન તેમના માટે ખાવા માટે કંઈક રાંધતા હતા. અભિનેત્રીની માતાએ જણાવ્યું કે, 15 દિવસ પહેલા તુનિષાને ખબર પડી કે શિઝાનના જીવનમાં કોઈ બીજું પણ છે જેના પછી તે તૂટી ગઈ. 16 ડિસેમ્બરે, તુનિષા સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને એન્જાઈટી એટેક આવ્યો હતો. ખરાબ તબિયતને કારણે અભિનેત્રીને બોરીવલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં અભિનેત્રી કહી રહી હતી કે 'તેણે મારી સાથે છેતરપિંડી કરી, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે, તેણે મારી સાથે ખોટું કર્યું છે'. 


ટીવી અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે 'અલી બાબા દાસ્તાન એ કાબુલ' એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. આગામી 4 દિવસ એટલે કે 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવશે. રવિવારે એસીપી ચંદ્રકાંત જાધવે તુનીષા શર્મા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મોતનું કારણ ફાંસી છે.


ACP ચંદ્રકાંત જાધવે કહ્યું, 'પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મૃત્યુ ફાંસીથી થયું હતું. લવ જેહાદ જેવી વાત હજુ સામે આવી નથી. શીઝાન અને તુનિષા રિલેશનશિપમાં હતા. બ્રેકઅપના કારણે તુનિષાએ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે. હાલ તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ સતત શીઝાન મોહમ્મદ ખાનની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં રવિવારે પોલીસ શીઝાન મોહમ્મદ ખાનને લઈને મુંબઈની વસઈ કોર્ટમાં હાજર થઈ હતી. જ્યાં પોલીસ દ્વારા શીઝાનના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કારણ કે શીઝાન અત્યાર સુધી પોલીસ તપાસમાં વધુ સહકાર આપી રહ્યો નથી.