Maarrich Trailer: સ્ટાર અભિનેતા તુષાર કપૂર ફરી એકવાર પોતાની રિ-એન્ટ્રી કરી રહ્યો છે, લાંબા સમય બાદ ફરી મોટા પડદા પર ફિલ્મ લઇને આવી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બહાર બેસેલા તુષાર કપૂરની ફિલ્મ મારીચનુ ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે. આ એક મૉસ્ટ અવેટેડ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે, જેમાં તુષાર કપૂર એક પોલીસ ઓફિસરના રૉલમાં દેખાઇ રહ્યો છે.
તુષાર કપૂરની ફિલ્મ મારીજનુ મૉશન પૉસ્ટર રિલીઝ થઇ ચૂક્યુ છે. જેમાં તે ધારદાર હથિયારથી લથપથ દેખાઇ રહ્યો છે. આ પછી ટીજરમાં એક વ્યક્તિ હેટ, કૉટ પહેરીને પોતાના હાથમાં ચાકુ લઇને દેખાઇ રહ્યો છે. અહીં તુષાર એક પોલીસ ઓફિસરના રૉલામાં કેસની તપાસ કરી રહ્યો છે. આ વ્યક્તિ પોલીસ ઓફિસર તુષાર કપૂરને ચેતાવણી આપતા કહે છે કે જેટલો મને શોધતો તેટલા ઉલજાઇ જશો, હું મારા મારીચની નગરી છે. આના જવાબમાં એક્ટર જવાબ આપે છે તને તારી જ જાળમાં ફંસાવી દઇશ અને આ શહેરને તારા કેરથી બચાવીશ.
આ ફિલ્મના સહ-નિર્માતા તુષાર કપૂર છે. આ ફિલ્મને હાલ થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે, તુષાર છેલ્લે ૨૦૧૭માં 'ગોલમાલ અગેઈન'માં જોવા મળ્યો હતો. તેમજ ૨૦૧૯માં તે ઓલ્ટ બાલાજીની સાથે ડિજીટલ ડેબ્યુ પણ કરી ચુક્યો છે.