મુંબઇઃ બૉલીવુડની સુંદર અદાકારા તરીકે ઓળખાતી રવિના ટંડન ફરી એકવાર સ્ટાઇલિશ લૂક સાથે ચર્ચામા આવી છે, એક્ટ્રેસ 48 વર્ષની થઇ ચૂકી છે છતાં યંગ એક્ટ્રેસની જેમ પોતાની ફિટનેસ કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ મુંબઇમાં એક ઇવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેને પોતાના સ્ટાઇલિશ લૂક બતાવ્યો હતો. આ ઇવેન્ટ એક એવોર્ડ સેરેમની હતી અને ત્યાં તેને ડિફરન્ટ લૂકમાં સ્કર્ટની સાથે બ્લેક ટૉપ પહેર્યુ હતુ, જે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. આ તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.  


રવિના ટંડનએ મુંબઇમાં 'ઉત્સવ' કાર્યક્રમમાં ભાગ લીધો, આ દરમિયાન તેને સન્માનિત કરવામા આવી હતી. એક્ટ્રેસે આ દરમિયાન બ્લેક ટૉપ અને ઝેબ્રા પ્રિન્ટેડ ફ્લેયર્ડ સ્કર્ટ કેરી કર્યો હતો, જેમાં તે 48 વર્ષ નહીં પરંતુ યંગ ગર્લ જેવી દેખાઇ રહી હતી. અભિનેત્રીએ પોતાના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જુઓ તસવીરો. 






રવિના ટંડન આમ તો બૉલિવૂડની 90ના દાયકાની સૌથી હૉટ એક્ટ્રેસ હતી, તેને લાખો ફેન્સને દિવાના બનાવ્યા હતા, જોકે આજે તે થોડા જ પ્રોજેક્ટ્સમાં દેખાય છે, પરંતુ ઘણીવાર તે એક અથવા બીજા કારણોસર સમાચારમાં રહે છે. નવા લુકમાં રવિના બ્લેક આફટફીટમાં સુંદર લાગી રહી છે.






રવિના ટંડનએ મુંબઇમાં 'ઉત્સવ' કાર્યક્રમમાં ભાગ લીધો અહીં તેને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડવીસ સાથે મુલાકાત પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર રવિનાના ફોલોઅર્સની યાદી પણ ઝડપથી વધી રહી છે.