Gauhar Khan Controversy: બોલિવૂડની જાણીતી અભિનેત્રી ગૌહર ખાન એક સમયે પર્સનલ-પ્રોફેશનલ લાઈફની સાથે અનેક વિવાદોનો પણ ભાગ રહી છે. ગૌહર ખાનનું નામ ઘણા વિવાદોમાં આવ્યું છે. પછી તે રિયાલિટી શો દરમિયાન થપ્પડ મારવી હોય કે ફેશન શો દરમિયાન કપડામાં માલફંક્શન હોય. ગૌહર ખાન સાથે એક ફેશન શો દરમિયાન રેમ્પ પર વોક કરતી વખતે એક વિચિત્ર ઘટના ઘટી હતી જેના કારણે અભિનેત્રી પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 


જ્યારે ગૌહર ખાન સાથે જાહેરમાં થયું મોટું કૌભાંડ!


ગૌહર ખાન સાથે ફેશન શોનો વિવાદ વર્ષ 2006માં થયો હતો. વાસ્તવમાં, કંઈક એવું બન્યું કે લેક્મે ફેશન શો દરમિયાન અભિનેત્રી ખૂબ જ એકદમ ટાઈટ ડ્રેસ પહેરીને સ્ટેજ પર ચાલી રહી હતી. ત્યારે અચાનક જ તેનું સ્કર્ટ પાછળથી ફાટી ગયું હતું. આમ સ્ટેજ પર ચાલતી વખતે એક્ટ્રેસનું સ્કર્ટ જાહેરમાં જ ફાટી ગયું હતું. જોકે ગૌહરે સ્થિતિ પારખી મામલો સંભાળી લીધો હતો. અભિનેત્રી ગૌહરે આત્મવિશ્વાસ સાથે હાથ પાછળ રાખીને પોતાનું વોક પૂરું કર્યું હતું. તે દરમિયાન ગૌહર ખાનના કપડામાં માલફંક્શન ચર્ચામાં હતું. 


કહેવાય છે કે ગૌહર ખાન સાથેના ફેશન સ્કેન્ડલને કેટલાક લોકોએ પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો પરંતુ અભિનેત્રીએ તેના પર સ્પષ્ટપણે વાત કરી હતી અને કહ્યું હતું કે, 'પબ્લિસિટી માટે આવું કોણ કરે...'


જ્યારે એક્ટ્રેસને સ્ટેજ પર થપ્પડ મારી હતી!


વર્ષ 2006માં જ અભિનેત્રી ગૌહર ખાન પણ વધુ એક વિવાદનો ભાગ બની હતી. એક લોકપ્રિય રિયાલિટી શો ઈન્ડિયાઝ રો સ્ટાર દરમિયાન ગૌહર ખાનને એક સ્પર્ધકે સ્ટેજ પર થપ્પડ મારી દીધી હતી. ગૌહર ખાનના થપ્પડના સીન બાદ શોની ટીઆરપી ચાર ગણી ઝડપે વધી ગઈ હતી. જો કે, પાછળથી ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ એક એક્ટનો ભાગ હતો. જે માત્ર પબ્લિસિટી માટે જ કરવામાં આવ્યો હતો. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.


બીએમસીના ટ્વીટર હેન્ડલ પરથી આજે એક ટ્વીટ થયુ છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે એક બૉલીવુડ એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. ટ્વીટ અનુસાર આ એક્ટ્રેસ પર આરોપ છે કે કોરોના સંક્રમિત હોવા છતાં તે નિયમોનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહી છે. ટ્વીટમાં બીએમસીએ એક્ટ્રેસના નામનો ખુલાસો નથી કર્યો. 


વળી, બૉલીવુડ સુત્રો અનુસાર આ એફઆઇઆર ગૌહર ખાન વિરુદ્ધ નોંધાઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે ગૌહર ખાન પર આરોપ છે કે તે કોરોનાથી સંક્રમિત છે, અને નિયમોનુ પાલન ના કરતા ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીએમસીના અધિકારી ગૌહર ખાનના ઘરે ચેક કરવા પહોંચ્યા તો ત્યાં તે ના મળી. એક્ટ્રેસ કેસ દાખલ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી.