આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે જાવેદ અખ્તરે ટ્વીટર પર બીએમસીની પ્રસંશા કરતા કહ્યું કે, તેઓ બહુજ સારુ કામ કરી રહ્યાં છે.
જાવેદ અખ્તરે ટ્વીટ કર્યુ- મુંબઇની બીએમસીને સલામ છે. તેમને કોઇપણ બીજા શહેર કે રાજ્યથી વધુ સેમ્પલ કલેક્ટ કર્યા છે. આ જ કારણ છે કે અહીં સૌથી ઓછા કેસો સામે આવ્યા છે, અને ટેસ્ટ બાદ તેમનો તરતજ ઇલાજ શરૂ થઇ શક્યો છે. કોરોના સામે આ મોટી લડાઇ છે, આભાર બીએમસી.
જાવેદ અખ્તરના ટ્વીટને કોટ કરતાં અશોક પંડિતે લખ્યુ- સર તમે બીએમસીની પ્રસંશા કરી છે, યોગ્ય છે પણ હું હજુ રાહ જોઇ રહ્યો છું કે તમે તબલીગી જમાત પર મૌન ક્યારે તોડશે. મને આશા છે કે તમે મુરાદાબાદની તસવીર જોઇ હશ, આ ગુનાખોરી કૃત્ય પર મૌન કેમ છો.
અશોક પંડિતના સવાલનો જવાબ જાવેદ અખ્તરે બહુ જ શાલિનતાથી આપ્યો, તેમને લખ્યું- અશોકજી, સીધી વાત કરો, તમે મને વર્ષોથી જાણો છો, તેમે વિચારો છો કે હું કૉમ્યુનલ છું. કોઇ બીજુ પુછ તે વાત બરાબર છે. તમે મારા મિત્ર છો, તમે નથી જાણતા તબલીગી જમાત જેવી સંસ્થા જે હિન્દુ હોય કે મુસ્લીમ હુ તેના વિશે શું વિચારુ છુ.
આમ બન્ને સેલિબ્રિટી જાવેદ અખ્તર અને અશોક પંડિત વચ્ચે ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ હતુ. ખાસ વાત છે કે, દેશભરમાં તબલીગી જમાતના લોકોએ કોરોનાના કેસોમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.