મુંબઇઃ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, લોકો ઘરમાં બેસીને કંટાલી ગયા છે, તો વળી કેટલાક લોકો આ સમયનો સદઉપયોગ કરી રહ્યાં છે. કેટલાક લોકો પોતાની ક્રિએટિવિટીને વધારી રહ્યાં છે, કેટલાક મ્યૂઝિક, પેન્ટિંગ અને કવિતાઓની રચના કરી રહ્યાં છે. પણ આ બધાની વચ્ચે એક ડાયરેક્ટર એવા પણ છે, જેને માત્ર 15 દિવસના સમયગાળામાં એક ફિલ્મ બનાવીને કમાલ કરી દીધી હતી.


ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ એક હૉરર ફિલ્મની રચના કરી હતી, તે પણ માત્ર 15 દિવસના સમયગાળામાં. ડાયરેક્ટરે સીમિત સાધનોની મદદથી માત્ર 15 દિવસમાં હૉરર ફિલ્મ કૌન બનાવી હતી, જે એક કમાલ હતી.

ફિલ્મ કૌને લોકોને ખુબ મૉટિવેટ કર્યા હતા, અને બજેટ પણ ખુબ નાનુ હતુ, વર્ષ 1999માં રિલીઝ થયેલી આ હૉરર ફિલ્મમાં માત્ર ત્રણ પાત્ર હતા, આ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકર, મનોજ વાજપેયી અને સુશાંત સિંહ જેવા સ્ટાર મુખ્ય રૉલમાં હતા.



ફિલ્મની કહાણી અનુરાગ કશ્યપે લખી હતી, આ કહાની એક છોકરીની છે, જે પોતાના ઘરમાં એકલી રહેતી હતી, અને તેના ઘરમાં એક એક કરીને બે શખ્સો ઘૂસી જાય છે. આમ આખી સ્ટૉરી હૉરર બની છે.

નોંધનીય છે કે હાલ લોકો ઘરમાં રહીને કંટાળી રહ્યાં છે ત્યારે આવા ફૂરસતના સમયે કેટલાક લોકો પોતાની ક્રિએટિવિટીને બહાર લાવી રહ્યાં છે.