મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજૂપત આત્મહત્યા કેસમાં રોજ નવા ખુલાસા અને દાવો સામે આવી રહ્યાં છે. હવે આ મામલે હવે સુશાંતની બેન્ક ડિટેલ સામે આવી છે. ઇડીએ સુશાંતના બેન્ક ડિટેલને લઇને મની લૉન્ડ્રીંગ કેસ દાખલ કરી દીધો છે, અને આ કેસમાં ઇડીએ તપાસ શરૂ કર દીધી છે.


ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર તરફથી કરવામાં આવેલા તમામ ખર્ચાઓની તપાસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ્યારે સુશાંતના ખાતાનુ સ્ટેટમેન્ટ મળ્યુ, તો ખબર પડી કે 90 દિવસમાં સુશાંતના બેન્ક ખાતામાં બાકી રકમ 4.64 કરોડ રૂપિયાથી ઘટીને 1.4 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. ઇડી આની તપાસ કરી રહી છે.

બેન્ક સ્ટેટમેન્ટ પ્રમાણે, પૂજા-પાઠના નામ પર સુશાંત સિંહના બેન્ક એકાઉન્ટમાંથી એક મહિનામાં 2 લાખ 2 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા. આ પૈસાને પંડિત અને પૂજા-પાઠની સામગ્રીઓ ઉપર ખર્ચ કરવામાં આવ્યો છે. સુશાંતના પરિવારનો દાવો છે કે આ પૈસાથી રિયા ચક્રવર્તીએ એક્ટર પર જાદુ-ટોળા કર્યા હતા.



ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી આ ખાસ રકમની પણ તપાસ કરી રહી છે. જેને રિયા ચક્રવર્તીએ પ્રાઇવેટ ખર્ચા અને તેના પરિવારના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બેન્કના સ્ટેટમેન્ટ પ્રમાણે એ જાણવા મળ્યુ છે કે સુશાંત સિંહના ખાતામાં 14 ઓક્ટોબર 2019ના રોજ 4.7 કરોડ રૂપિયા થી વધારે હતા, તે દિવસ, રિયાનો ભાઇ શોવિકના ખાતામાં ફ્લાઇટની ટિકીટ માટે 81,901 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.



15 ઓક્ટોબરે રિયાના ભાઇને હૉટલ ખર્ચ માટે 4.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તે દિવસ, દિલ્હીની હૉટલ તાજમાં રોકાવવા માટે 4.3 લાખ રૂપિયા ફરીથી રિયાના ભાઇને ટ્રાન્સફર કરવામાં આવ્યા. 16 ઓક્ટોબરે દિલ્હી માટે રિયા અને શોવિકની ટિકીટ માટે 76,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમયનુ સુશાંતનુ બેન્ક સ્ટેટમેન્ટ સામે આવ્યુ છે. આ સ્ટેટમેન્ટ્સથી એ સમજી શકાય છે કે રિયા અને તેના પરિવારજનો માટે સુશાંતના ખાતામાંથી ઘણા પૈસા કાઢવામાં આવ્યા. એટલુ જ નહીં, 14 નવેમ્બરે, રિયાના નામ પર 1.5 લાખ રૂપિયાનુ બીજુ એક ટ્રાન્જેક્શન થયુ.

20 અને 21 નવેમ્બર 2019એ, રિયાના મેકઅપ અને ખરીદી પર 75000થી વધુ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેને 24 નવેમ્બરે 22220 રૂપિયાની ખરીદી કરી. સુશાંત સિંહે 25 નવેમ્બરે રિયાના ભાઇની ટ્યૂશનની ફી પણ આપી હતી.