Uorfi Javed Video: એક્ટ્રેસ મોડલ અને સ્ટાર ઉર્ફી ફરી ચર્ચામાં છે.  ‘બિગ બોસ ઓટીટી’ થી મશહૂર ઉર્ફી જાવેદ (Uorfi Javed) સતત પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે. ફરી એક વખત ઉર્ફી જાવેદે પોતાનો કાતિલ અંદાજ બતાવ્યો છે. વેલેનટાઈન ડે પર ઉર્ફી જાવેદે રેડ કલરની બિકિનીમાં હોટ પોઝ આપતો વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દિધો છે. 






તે પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે. ક્યારેક તે રિવીલિંગ ડ્રેસથી લાઇમલાઇટમાં રહે છે, તો ક્યારેક તે વિચિત્ર કપડાં પહેરીને લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, આ અવસર પર અભિનેત્રીએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.


રેડ બિકીનીમાં ઉર્ફી જાવેદનો કિલર અંદાજ


ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, ઉર્ફી લાલ બિકીનીમાં તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. લાલ બિકીનીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે અનોખું બિકીની ટોપ પહેર્યું છે,  ઉર્ફીએ તેના વાળ ખુલ્લા રાખ્યા અને ગ્લોઇંગ મેકઅપથી તેની સુંદરતામાં વધારો કર્યો.






વિડીયો જોયા બાદ ચાહકો ઉર્ફીના પ્રેમમાં પડી ગયા હતા


તેનો ગ્લેમરસ વિડીયો શેર કરતા ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, “વિક્ટોરિયા  સિક્રેટ મોડલ જેવી લાગણી. બધાને હેપ્પી વેલેન્ટાઈન ડે." ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ અભિનેત્રીને 'લાલ પરી' કહી, તો કેટલાક તેની સ્ટાઈલના પ્રેમમાં પડી ગયા અને સુંદર, ખૂબસૂરત જેવી કોમેન્ટ કરવા લાગ્યા.


ઉર્ફી જાવેદ હવે ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયું છે. તે પોતાના અનોખા ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. જોકે, ઉર્ફીમાં એક એવી ક્ષમતા છે, જે ભાગ્યે જ કોઈની પાસે હશે. ઉર્ફી કંઈપણથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળે છે.  આ કારણે ઘણી વખત તે ટ્રોલ પણ થાય છે.