Urvashi Rautela Fees: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશા તેના ગ્લેમર અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ફેન્સમાં ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે દરેક જગ્યાએ જેની ચર્ચા થઈ રહી છે તે છે તેને વસુલેલી અધધ.. ફી. જી હા.. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફક્ત ત્રણ મિનિટના એક આઈટમ સોંગ માટે 2 કરોડ રૂપિયાની બમ્પર ફી લીધી છે. તમને નથી આવી રહ્યો ને વિશ્વાસ. પરંતુ આ વાત સાચી છે. ઉર્વશી સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે ફિલ્મ 'વોલ્ટેર વીરૈયા'માં આઈટમ સોંગ 'બોસ પાર્ટી'માં ડાન્સ કરતી જોવા મળશે આ ગીત ફક્ત 3 મિનિટનું છે જેના માટે ઉર્વશીએ ફી પેટે 2 કરોડ રૂપિયા લીધા છે.
એક ગીત માટે 2 કરોડ
એક્ટ્રેસ ઉર્વશી (Urvashi Rautela) માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. ઉર્વશીએ ગયા વર્ષે જ તેના તમિલ ડેબ્યુની જાહેરાત કરી હતી. તે જેડી જેરીની ફિલ્મ 'ધ લિજેન્ડ'માં જોવા જઈ રહી છે. બીજી તરફ 'બોસ પાર્ટી'ની ફીની વાત કરીએ તો ઉર્વશી રૌતેલાએ આઈટમ સોંગ માટે 2 કરોડ રૂપિયાની તગડી રકમ લીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ઉર્વશીએ આ ગીત માટે જેટલી ફી લીધી છે તે ફિલ્મના વિલનનો રોલ કરી રહેલા પ્રકાશ રાજની ફી કરતા પણ વધુ છે. આ ફિલ્મ માટે પ્રકાશ રાજે 1.5 કરોડ રૂપિયા ફી લીધી છે.
આ ફિલ્મમાં ઉર્વશી જોવા મળશે
ચિરંજીવી અભિનીત આ ફિલ્મે માત્ર 10 દિવસમાં 200 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી કલેક્શન કર્યું છે. માત્ર મોટી ફી જ નહીં પરંતુ આ આઈટમ નંબરમાં ઉર્વશીના (Urvashi Rautela) ડાન્સ અને કામની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી જલ્દી જ ફિલ્મ 'દિલ હૈ ગ્રે'માં જોવા મળશે. જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે અનિલ શર્માની એક્શન અને રોમેન્ટિક ફિલ્મ 'સિંઘ સાબ ધ ગ્રેટ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.