મુંબઇઃ અભિનેત્રી અને પૂર્વ બ્યૂટી ક્વિન ઉર્વશી રૌતેલાએ લૉકડાઉનમાં એક વર્કઆઉટ ચેલેન્જ શેર કરી છે. ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ ચેલેન્જની વાત કહી છે.

એક્ટ્રેસે તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું- એકાગ્રતા, પ્રેરણા, સમર્પણ, ચાલો આ કોઇ બહાનુ નથી, ક્વૉરન્ટાઇન દરમિયાન #બૉડીબાયઉર્વશી પડકાર, મને આશા છે કે આ સમયે દરેક સ્વસ્થ અને મજબતૂ છે, સુરક્ષિત છે.

ખાસ વાત છે કે, આ પહેલા અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કૉવિડ-19 વિરુદ્ધની લડાઇમાં પાંચ કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ હતુ. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક વર્ચ્યૂઅલ ડાન્સ માસ્ટરક્લાસનું આયોજન કર્યુ હતુ.