લગ્ન બાદ કામ પર પરત ફરી ચૂક્યો છે વરુણ ધવન....
ફિલ્મ સાથે જોડાયેલા એક નજીકના સુત્રએ જાણકારી આપી છે કે ક્રૂ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અરુણાચલ પ્રદેશમાં ફિલ્મ ભેડિયાના પહેલા તબક્કાનુ શૂટિંગ શરૂ કરી શકે છે. ટીમ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફ્લૉર પર આવવા માટે બીઝી છે. વળી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, વરુણ, જે પોતાના લગ્નની તારીખ નજીક આવતી હોવા છતાં પણ મૈડૉક ફિલ્મ્સની ઓફિસમાં અવરજવર કરતો દેખાયા કરતો હતો, પહેલાથી જ કામ પર પરત ફરી ચૂક્યો છે.
ભેડિયામાં અલગ અવતારમાં દેખાશે....
ખરેખરમાં વરુણ ભેડિયાને લઇને ખુબ ઉત્સાહિત છે, આ એક મૈડૉક ફિલ્મ્સની સાથે તેનુ બીજુ આઉટિંગ છે. બદલાપુરની સફળતા બાદ એકવાર ફરીથી ફેન્સને તેને અલગ અવતારમાં જોવાનો મોકો મળશે. સુત્રો અનુસાર ભેડિયા એક હૉરર-કૉમેડી છે, જેને મૈડૉક ફિલ્મ્સ પ્રૉડ્યૂસ કરી રહ્યું છે, અને આનુ ડાયરેક્શન અમર કૌશિક કરશે.