બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. ગયા અઠવાડિયે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ ICU માં છે જેથી લોકો તેમને મળવા ન પહોંચે. જોકે, આજે સવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે પરિવારના કેટલાક સભ્યોની અવરજવર વધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે તેમની તબિયત વધુ ખરાબ થયા બાદ ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં ટ્રીટમેન્ટનો રિસ્પોન્ડ આપી રહ્યા છે. જોકે, પરિવાર કે હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
હેમા માલિનીએ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું
અગાઉ, 3 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ આપ્યા હતા. અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી અને પાપારાઝીને પૂછ્યું હતું, "બધું બરાબર છે?" તેમણે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પણ અપડેટ આપ્યું હતું. જ્યારે પાપારાઝીએ તેમને પૂછ્યું કે ધર્મેન્દ્રની તબિયક કેવી છે, ત્યારે હેમા માલિનીએ હાથ જોડીને કહ્યું હતું- "સારી છે."
આ વર્ષે આંખની સર્જરી કરવામાં આવી હતી
નોંધનીય છે કે ધર્મેન્દ્રની આ વર્ષે એપ્રિલમાં આંખની સર્જરી થઈ હતી. તેમની એક આંખમાં ઝાંખી દ્રષ્ટિ હતી, જેના કારણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. તેમણે મોતિયાની સર્જરી પણ કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ધર્મેન્દ્રએ પાપારાઝીને કહ્યું હતું કે, "મારામાં ઘણી તાકાત છે.
બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર વર્કફ્રન્ટ
89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર અભિનયમાં ખૂબ એક્ટિવ રહે છે. તેઓ છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ "તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા" માં જોવા મળ્યા હતા. તેઓ આગામી ફિલ્મ "21 " માં જોવા મળશે. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનના દિકરીના દિકરા અગસ્ત્ય નંદા સાથે જોવા મળશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમની પાસે "અપને 2" પણ પાઇપલાઇનમાં છે.
ધર્મેન્દ્રએ તેમની કારકિર્દી દરમિયાન બલરાજ સાહની, રાજ કપૂર, સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે રણવીર સિંહ, શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ જેવા આજની પેઢીના કલાકારો સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું છે.