Veteran actor Nana Patekar passed away: બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. નાના પાટેકરને સવારે 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હોસ્પિટલમાં લાવ્યા પછી લગભગ 45 મિનિટ સુધી ડોક્ટરોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

Continues below advertisement

Continues below advertisement

નાના પાટેકરનું મૃત્યુ કેવી રીતે થયું?

મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. શેખર સાલકરે જણાવ્યું હતું કે અભિનેતા નાના પાટેકરનું નિધન આજે સવારે 5:20 વાગ્યે તેમના ઘરે હાર્ટ અટેકના કારણે થયું છે. 45 મિનિટ સુધી સતત CPR આપવા છતાં તેમને બચાવી શકાયા નહીં. મેડિકો-લીગલ કેસ (MLC) દાખલ કરવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાના અભિનયથી અલગ ઓળખ બનાવી હતી. તેમના નિધનથી ચાહકો અને બોલિવૂડમાં શોક છવાઈ ગયો છે. 

નાના પાટેકરના નિધન પર પીએમ મોદીએ શું કહ્યું?

નાના પાટેકરના નિધન પર પીએમ મોદીએ યાદ કરતા કહ્યું કે તેમણે દરેક ભૂમિકાને શાનદાર રીતે અને નવા અંદાજમાં નિભાવી. તેમણે એવા પાત્રો આપ્યા, જેને આવનારી પેઢીઓ યાદ રાખશે.

નાના પાટેકરનું સાચું નામ શું હતું?

તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં તેમણે ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી અને તેમની વિશિષ્ટ અભિનય શૈલીથી દર્શકોના દિલ જીતી લીધા. નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ "ગમન" થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ "સલામ બોમ્બે!", "પરિંદા!", "ક્રાંતિવીર!", "અગ્નિસાક્ષી!", "ખામોશી: ધ મ્યૂઝિકલ," "અબ તક છપ્પન!", "વેલકમ," અને "રાજનીતી" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.