Sulochana Latkar Funeral: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સુલોચના લાટકરે 4 જૂને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે એટલે કે 5 જૂનની સાંજે તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સુલોચના લાટકરના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં લગભગ 5.30 વાગ્યે થયા હતા. આ દરમિયાન તેમને તિરંગામાં લપેટીને સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.


સુલોચનાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા


સુલોચના લાટકર લાંબા સમયથી બીમાર હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 જૂને તેમનું મોત થયું હતું. અભિનેત્રીએ 94 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આજે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  સુલોચના લાટકરના અંતિમ દર્શન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, સચિન પિલગાંવકર અને રાજ ઠાકરે સહિત અન્ય ઘણી હસ્તીઓ તેમના ઘરે પહોંચી હતી.


કોણ હતા સુલોચના લાટકર?


જણાવી દઈએ કે સુલોચના લાટકર હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેત્રી હતા. જેમણે હિન્દી અને મરાઠી સહિત 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી સુલોચનાએ તેમની કારકિર્દીમાં મોટાભાગના કલાકારોની માતાની ભૂમિકા ભજવી હતી. સુલોચનાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2009માં પદ્મશ્રી પુરસ્કાર અને પ્રતિષ્ઠિત મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.


અભિનેત્રી સુલોચના લાટકર  લાંબા સમયથી બીમાર હતા. તાજેતરમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. . એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ હતી. શ્વાસ લેવામાં તકલીફ અને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમની તબિયત ઘણી વખત ખરાબ રહેતી હતી.તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ કારણે તેમને સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે.       


અભિનેત્રીએ આ ફિલ્મોમાં કામ કર્યું છે


અભિનેત્રીની ફિલ્મોની વાત કરીએ તો, 'દિલ્લી દૂર નહીં', 'સુજાતા', 'આયે દિન બહાર કે', 'દિલ દેખે દેખો', ​​'આશા ઔર મજબૂર', 'નયી રોશની', 'આય મિલન કી બેલા', ' 'ગોરા ઔર કાલા', 'દેવર', 'બંદિની' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.


આ સિવાય તેમણે 'સસુરવાસ', 'મીઠા ભાકર', 'સંગતે આઈકા' અને 'શક્તિ જાઓ' જેવી મરાઠી ફિલ્મોમાં લોકપ્રિય ભૂમિકાઓ ભજવી છે.