Vicky Kaushal અને કેટરીના કૈફના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. વિકીએ હવે જણાવ્યું છે કે જ્યારે તેણે તેના માતા-પિતાને કહ્યું કે તે કેટરિના સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી. કેટરીનાએ તેના ઈન્ટરવ્યુમાં તેના સાસરિયાઓના વખાણ કર્યા છે. બીજી તરફ વર્ષગાંઠ પર વિકીના પિતા શામ કૌશલે કેટરીનાની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે તે તેમના ઘરે ખુશીઓ લાવી છે. હવે વિકીએ કહ્યું છે કે તેના માતા-પિતા શામ અને વીણા કૌશલ કેટરીનાને ખૂબ જ પ્રેમ કરે છે.


દરેક વ્યક્તિ કેટરિનાને પ્રેમ કરે છે: વિકી 


વિકી કૌશલે પોતાના અફેરને ગુપ્ત રાખવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. જો કે ગોસિપ કોરિડોરમાં કેટરિના સાથેના તેમના લિંક-અપની વાર્તાઓ વાયરલ થતી રહેતી હતી. હવે લગ્ન બાદ બંનેએ અનેક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે વાત કરી છે. વિકી અને કેટરીનાએ ગયા વર્ષે 9 ડિસેમ્બરે નજીકના લોકો વચ્ચે લગ્ન કર્યા હતા. ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં વિકીએ જણાવ્યું કે કેટરીના સાથે લગ્ન કરવાના નિર્ણય પર પરિવારના સભ્યોની પ્રતિક્રિયા શું હતી. વિકી કહે છે તેઓ ખૂબ ખુશ હતા. તેઓ તેને ખૂબ પસંદ કરે છે. તે લોકોને કેટરિના પ્રત્યે ઘણો પ્રેમ છે. મને લાગે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું હૃદય સારું હોય છે. ત્યારે તે દરેક જગ્યાએ પ્રતિબિંબિત થાય છે.


વિકીએ પ્રેમનો અનુભવ શેર કર્યો 


વિકીને પૂછવામાં આવ્યું કે શું તમને યાદ છે કે જ્યારે તને પહેલી વાર કેટરીનાથી પ્રેમ થયો હતો. આના જવાબમાં વિકીએ કહ્યું  કે હા મને યાદ છે પરંતુ આ વાત મારા માટે ખૂબ જ ખાસ છે અને ખાનગી છે. પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં વિકીએ કહ્યું કે આ મારા જીવનનું સૌથી સુંદર ચેપ્ટર છે. તમે જેની સાથે કનેક્ટ થાઓ છો. આવું જીવનસાથી મળવું ખૂબ જ નસીબની વાત છે. સારા જીવનસાથીથી તમને માનસિક શાંતિ મળે છે અને દરેક સમયે તમને પ્રેમ મહેસુસ થાય છે. તમને જ્યારે લાગી રહ્યું છે કે તમને પ્રેમ મળી રહ્યો છે તો બધુ જ સારું લાગવા લાગે છે.