Aryan khan and Ananya Video : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ઘણીવાર ચર્ચામાં રહે છે. આર્યનની પહેલેથી જ મોટી ફેન ફોલોઈંગ છે, જેઓ તેને ફિલ્મોમાં જોવા આતુર છે. આર્યન ખાનને લગતી કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આ ક્રમમાં આર્યનના વધુ એક વીડિયોએ હંગામો મચાવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આર્યન ખાનની ઈમેજ લોકોમાં ગુસ્સેલ યુવકની બની ગઈ છે. જ્યારે પણ આર્યનની તસવીરો વાયરલ થાય છે ત્યારે લોકો એક જ સવાલ પૂછે છે કે આર્યન ક્યારેય હસતો કેમ નથી. જો તમારા મનમાં પણ આ વિચાર આવ્યો હશે, તો આજનો વિડિયો જોઈને તમને ચોક્કસ આશ્ચર્ય થશે.


સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ થ્રોબેક વીડિયો કોઈ મેચ દરમિયાનનો લાગે છે, જેને જોવા અનન્યા પાંડે અને આર્યન પહોંચ્યા હતા. બંને સાથે બેઠા છે અને વિડિયોમાં આર્યન અનન્યા સાથે શહજ અને સતત બોલતો જોવા મળે છે. વીડિયોમાં આર્યનનો મૂડ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે અને તેના ચહેરા પર સ્મિત પણ જોઈ શકાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તરફથી ઘણી ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોને 5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.


વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, આર્યન અહીં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તો બીજાએ લખ્યું, "શું મેં તેના ચહેરા પર ખુશી જોઈ?". બીજાએ લખ્યું, "હવે તે લોકો ક્યાં છે જેઓ કહે છે કે આર્યન અનન્યાને અવગણે છે". અન્ય એક યુઝરે લખ્યું, "પહેલીવાર હસતા જોયું". આ રીતે યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો Koimoiના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.




ફિલ્મ 'લાઇગ'ર ફ્લોપ થયા બાદ ઇટાલી પહોંચી અનન્યા પાંડે. ગ્રીન બિકિનીમાં તસવીર કરી શેર


અનન્યાએ આ સિવાય બીજી તસવીર શેર કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ એક્ટ્રેસ વિદેશમાં વેકેશન માણવા પહોંચી છે. અનન્યા આ દિવસોમાં ઈટાલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.


અનન્યા પાંડેની તાજેતરમાં રિલીઝ થયેલી 'લાઇગર' લોકોને આકર્ષવામાં નિષ્ફળ નિવડી છે. અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં ઈટાલીમાં છે. ઇટાલી વેકેશનની તસવીરો અનન્યાએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે. જે ચાહકોને ખૂબ પસંદ આવી છે. તસવીરોમાં અનન્યાએ ગ્રીન કલરની બિકીની પહેરી છે. અનન્યાએ તસવીરો સાથે કેપ્શન લખ્યું, 'કેપ્રી સન.