Baba Siddique Iftar Party : બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી બોલિવૂડમાં ખુબ જાણીતી છે. બાબા સિદ્દીકી દર વર્ષે ભવ્ય ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે, જેમાં બોલિવૂડ અને ટીવી જગતના તમામ મોટા સ્ટાર્સ ભાગ લે છે. આ વખતે પણ  અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. બાબા સિદ્દીકીએ રવિવારે સાંજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.



સોશિયલ મીડિયા પર ઈફ્તાર પાર્ટીના ઘણા વીડિયો સામે આવ્યા જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. જો કે આ દરમિયાન આવો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો ગુસ્સે થઈ ગયા છે.

આ વીડિયો બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ સના ખાનનો છે. જેણે મુફ્તી અનસ સઈદ સાથે લગ્ન કર્યા છે. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સના ખાન તેના પતિ અનસ સઈદ સાથે પહોંચી હતી. જો કે, આ દરમિયાન કંઈક એવું બન્યું જેનાથી ચાહકો ગુસ્સે થઈ ગયા હતાં. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે સનાનો પતિ અનસ તેનો હાથ પકડીને તેને બળજબરીથી ખેંચી રહ્યો છે. બીજી બાજુ, જ્યારે ગર્ભવતી સનાને પતિ દ્વારા હાથ ખેંચતા ઝડપથી ચાલવુ પડે છે. સના વારંવાર કહી રહી છે કે, તે થાકી ગઈ છે અને ચાલી શકશે નહીં. તેમ છતા પણ તેનો પતિ હાથ પકડીને તેને પરાણે અને ઝડપથી ખેંચી જાય છે.

આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'મગજ તો ઠેકાણે છે ને! તે ગર્ભવતી છે '. તો બીજાએ લખ્યું છે કે, 'સિરિયસલી, આરામથી ભાઈ. તે તમારી એકમાત્ર પત્ની છે. જ્યારે બીજાએ લખ્યું છે કે, 'તે તેણીને આવી હાલતમાં કેમ ખેંચી રહ્યાં છો?'.

Somy Ali On Salman Khan: સલમાન ખાન પર ફરી ભડકી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ખાન, કહ્યું- 'ગુનો કબૂલ કરી મારી માફી માંગ'

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ખાને તેના સંબંધો અંગે ઘણી વખત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા અભિનેતા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. અભિનેત્રીએ કહ્યું કે અભિનેતા વિશે સત્ય જાહેર કરવામાં તેને 20 વર્ષ લાગ્યા.





સોમી અલીએ સલમાન પર આ આરોપો લગાવ્યા હતા


સોમીએ ગયા શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે સલમાન પર ડિસ્કવરી પ્લસ પર તેના શો 'ફ્લાઇટ ઓર ફાઇટ'ના સ્ક્રીનિંગ પર ભારતમાં પ્રતિબંધ મૂકવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. એમ પણ કહ્યું હતું કે 'હું ઇચ્છું છું કે સલમાનના કારણે મારા પર થયેલા શાબ્દિક, જાતીય અને શારીરિક શોષણ માટે તે દુનિયાની સામે મારી માફી માંગે. પરંતુ એક ઘમંડી અને સ્વ-ન્યાયી વ્યક્તિ કદાચ આ વસ્તુ ક્યારેય કરશે નહીં. આ સાથે હું ઈચ્છું છું કે તે મારા શોમાંથી પ્રતિબંધ હટાવે. જેથી મારો શો 'નો મોર ટીયર્સ' ભારતમાં જોઈ શકાય. કારણ કે મેં મારા 15 વર્ષના લોહી અને પરસેવાની મહેનતથી આ શો બનાવ્યો છે. મેં 40,000 સ્ત્રી-પુરુષોના જીવ બચાવ્યા છે.