Vidyut Jammwal Photoshoot: બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ તેની એક્ટિંગ અને તેના સ્ટંટ માટે ખૂબ જ ફેમસ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરે છે. આ વખતે વિદ્યુતે કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઈને લોકોને એનિમલના રણવીર સિંહ અને રણબીર યાદ આવી ગયા છે.
નોંધનીય છે કે રણવીર સિંહે વર્ષ 2022માં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. હાલમાં જ ફિલ્મ એનિમલના એક સીનમાં રણબીર કપૂર કપડા વગર જોવા મળે છે. હવે વિદ્યુત જામવાલે પણ કંઈક આવું જ કર્યું છે. અભિનેતાએ રવિવારે સવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ ફોટો શેર કર્યો હતો. જે ખૂબ ચર્ચામાં છે.
ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ફોટો પોસ્ટ કર્યા
વિદ્યુત જામવાલ આ દિવસોમાં હિમાલયમાં છે. જ્યાં તેણે ત્રણ ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, હિમાલયની પર્વતમાળામાં મારી વાપસી - "પરમાત્માનું નિવાસસ્થાન" 14 વર્ષ પહેલા શરૂ થઇ હતી મને સમજાય તે પહેલાં દર વર્ષે 7-10 દિવસ એકલા વિતાવવું એ મારા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. જંગલમાં આવીને મને મારું એકાંત શોધવાનું અને “હું કોણ નથી” એ જાણવાનું મહત્ત્વ સમજવું ગમે છે, જો કે “હું કોણ છું” એ જાણવાની સાથે સાથે શાંતિમાં પોતાની જાતને બચાવવાનું પ્રથમ પગલું છે. આ પોસ્ટની સાથે જ અભિનેતાએ તેની નવી ફિલ્મની પણ જાહેરાત કરી છે. તેણે આગળ લખ્યું, હવે હું મારા આગામી ચેપ્ટર - ક્રેક માટે તૈયાર અને ઉત્સાહિત છું, જે 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
વિદ્યુત જામવાલે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં અભિનેતા જંગલમાં જોવા મળે છે. એક ફોટોમાં અભિનેતા રસોઈ બનાવતો પણ જોવા મળી રહ્યો છે. અભિનેતાના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તસવીરો પર લોકો વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. નોંધનીય છે કે વિદ્યુત જામવાલ 10 ડિસેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
વિદ્યુત જામવાલની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લાઈક્સ મળી છે. યુઝર્સ અભિનેતાના ફોટા પર જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જો તમે એકલા છો તો તસવીર કોણે ક્લિક કરી. એકે લખ્યું- આજથી આ ફિલ્મનો બહિષ્કાર કરીએ દરેક દેશનું વાતાવરણ બગાડી રહ્યા છે. તો ઘણા લોકોએ રણવીર સિંહની કંપનીની અસર ગણાવી હતી. ઘણા ચાહકોએ આ તસવીરો ડિલીટ કરવાની માંગ કરી હતી.