Liger OTT Release Date: વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ લાઇગર 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિજયએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કુલ 66 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. હવે વિજય અને અનન્યાની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.






22મી સપ્ટેમ્બરે હોટસ્ટાર પર રિલીઝ થશે


જે લોકો અત્યાર સુધી થિયેટર્સમાં જઈને લાઇગર જોઈ શક્યા નથી તેઓ હવે ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકશે. લાઇગર 22 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થશે. વિજયની આ ફિલ્મ દક્ષિણની ચાર ભાષાઓમાં રિલીઝ થશે. તેનું હિન્દી વર્ઝન બાદમાં રિલીઝ થશે.


હોટસ્ટારે આપી આ જાણકારી


ડિઝની હોટસ્ટાર તેલુગુના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર સાથે ટ્વિટ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.


ફિલ્મના વિજય એક ફાઇટરની ભૂમિકામાં છે, જ્યારે અનન્યા પાંડે તેની પ્રેમિકાની ભૂમિકામાં છે. પોતાના પાત્ર વિશે વાત કરતા વિજયે કહ્યું હતું કે તે ફિલ્મમાં એક ફાઈટરનો રોલ કરે છે. આ ફિલ્મમાં અનન્યા અને વિજય ઉપરાંત બોક્સર માઈક ટાયસન, રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.