બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને વિશાલ આદિત્ય સિંહ વચ્ચે ઘણા ઝઘડા થયા હતા. જેના કારણે બંને બહાર આવ્યાં બાદ પણ એકબીજા સાથે વાત ન હતા કરતા.
2 સપ્ટેમ્બરે હાર્ટ અટેકથી ટીવીના ફેમસ એક્ટર અને બિગ બોસના 13માં વિનર સિદ્રાર્થે શુકલા(Sidharth Shukla) નું નિધન થયું હતું. તેમના અચાનક નિધનથી દરેક લોકો સ્તબ્ધ છે. બોલિવૂડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીએ તેમને ભારે હૃદયે વિદાય આપી.બિગબોસમાં તેમની સાથે રહેલા વિશાલ આદિત્ય સિંહે તેમની સાથેની થયેલી અંતિમ મુલાકાતને યાદ કરી.
બિગ બોસ બાદ સિદ્ધાર્થ-વિશાલની વાતચીત હતી બંધ
આપને જાણીને આશ્ચર્ય થશે કે, બિગ બોસ-13માં બંને ઘરથી બહાર આવ્યાં બાદ પણ એકબીજા સાથે વાત ન હતા કરતા. જો કે હવે સામે આવી રહેલી ખબરો મુજબ ટીવી રિયાલિટી શો ખતરો કે ખેલાડી 11માં વિશાલના શાનદાર પ્રદર્શનને જોઇને સિદ્ધાર્થે વિશાલનો નંબર શોધ્યો અને ફોન પર વિશાલ સાથે અડધો કલાક સુધી વાત કરી. જો કે ત્યારે વિશાલને ક્યાં ખબર હતી કે, તેમની સિદ્ધાર્થ સાથે આ છેલ્લી વખત વાતચીત થઇ રહી છે.
સિદ્ધાર્થે ફોન પર મારી કરી હતી પ્રશંસા
મિડ ડે સાથે વાત કરતા આ કિસ્સો શેર કરતા વિશાલે કહ્યું કે, “બિગ બોસ-13માં થયેલા તેમના ઝઘડા બાદ અમારી વાતચીત બંધ હતી અમે એકબીજા પર મળવાનું તદન બંધ હતું. જો કે ખતરો કે ખેલાડીમાં જ્યારે મેં પાણી વાળો સ્ટંટ કર્યો. જેમાં મને તરતા પણ ન હતું આવડતું. આ સ્ટંટ જોયા બાદ સિદ્ધાર્થે મારા ફોન નંબર શોદ્યા અને મને કહ્યું કે “તુમને જો કિયા મેં કભી નહીં કર પાતા” તેમનું આ વાક્ય મારા માટે ખૂબ જ મોટી અને મહત્વની વાત હતી. મને થયું કે દુનિયામાં એવા લોકો બહુ ઓછો હોય છે જે બધું જ ભૂલીને પ્રતિસ્પર્ધીની પ્રશંસા કરે.
તેમના નિધનના 2થી 3દિવસ પહેલા અમને ફોન પર અડધો કલાક સુધી વાત કરી. તેમણે મને મળવા માટે ટેક્સ્ટ મેસેજ કર્યો અમે મળ્યા પણ ખરા, જો કે તેમના મને અચાનક આ રીતે ફોન કરીને મળવાની જરૂર ન હતી પરંતુ તેને જતાં પહેલા મને યાદ કર્યો અને અમારૂ આ રીતે મળવું લખાયેલું હતું. જે હું કદાચ જિંદગીભર નહીં ભૂલી શકું”