Independence Day: આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો છે. દેશભરના લોકોમાં ઉમંગ અને ઉત્સાહ છે. આ ખાસ અવસર પર ફિલ્મ સ્ટાર્સ પણ ઉત્સાહિત છે અને દેશવાસીઓની સાથે સાથે તૈયારીઓ કરી રહ્યા છે. આ અવસર પર અમે તમારા માટે ફિલ્મોની ખાસ યાદી પણ લાવ્યા છીએ. આ લિસ્ટમાં એવી 10 ફિલ્મો છે જેમાં દેશની સરહદો પર લડતા સેનાના જવાનોની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મો આ સ્વતંત્રતા દિવસે તમારું ઘણું મનોરંજન કરશે. અક્ષય કુમાર, અજય દેવગન, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને બીજા ઘણા જેવા બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મો સામેલ છે.


ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક
વર્ષ 2019માં ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' રીલિઝ થઈ હતી. ફિલ્મની વાર્તા વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં હતો. આ ફિલ્મમાં પરેશ રાવલ, યામી ગૌતમ અને મોહિત રૈનાની પણ મહત્વની ભૂમિકા હતી. ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. 'હાઉ ઈઝ ધ જોશ- હાઈ સર' આ ડાયલોગની જેમ આ ફિલ્મ લોકોની નસોમાં જુસ્સો ઉભો કરે છે.


શેરશાહ
ફિલ્મ 'શેરશાહ' વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલિઝ થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાનું કરિયર પાછું પાટા પર આવી ગયું હતું અને ફિલ્મને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં જોવા મળ્યો હતો. કેપ્ટન વિક્રમ બત્રાની 'યે દિલ માંગે મોર'વાળી સ્ટાઈલમાં સિદ્ધાર્થનો અભિનય લોકોને પસંદ આવ્યો. કિયારા અડવાણી આ ફિલ્મમાં લીડ રોલમાં હતી.


લક્ષ્ય
વર્ષ 2004માં રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ 'લક્ષ્ય' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કારગિલ યુદ્ધ પણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન આર્મી ઓફિસરની ભૂમિકામાં છે, જ્યારે પ્રીતિ ઝિન્ટા પત્રકારની ભૂમિકામાં છે. ફિલ્મમાં કરણ શેરગીર અને રોમિલા દત્તાની વાર્તા બતાવવામાં આવી હતી.


LOC: કારગિલ
'LOC: કારગિલ' વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, અજય દેવગન, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, મનોજ બાજપેયી, આશુતોષ રાણા, અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી, સંજય કપૂર જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સે આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી. રાની મુખર્જી, કરીના કપૂર, એશા દેઓલ, મહિમા ચૌધરી, રવીના ટંડન, ઈશા કોપીકર, નમ્રતા શિરોડકર જેવી અભિનેત્રીઓ અને અન્ય ઘણી અભિનેત્રીઓએ અભિનેતાઓની પત્ની અને ગર્લફ્રેન્ડની ભૂમિકાઓ ભજવી હતી.


બોર્ડર
1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'બોર્ડર' આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં સની દેઓલના જુસ્સાદાર ડાયલોગ્સ લોકોના દિલ અને દિમાગને સ્પર્શી ગયા. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મની વાર્તાએ લોકોના દિલ જીતી લીધા હતા.


ફાઇટર
'ફાઇટર' વર્ષ 2024ની શરૂઆતમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અનિલ કપૂર, દીપિકા પાદુકોણ અને રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં છે. લોકોને ફિલ્મ ઘણી પસંદ આવી  છે. આ ફિલ્મમાં વાયુસેનાના અધિકારીઓની વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મમાં શાનદાર એરિયલ એક્શન જોવા મળી રહ્યું છે.
 
ધ ગાઝી એટેક
'ધ ગાઝી એટેક' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કેકે મેનન અને રાણા દગ્ગુબતી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટનાથી પ્રેરિત હતી. આ ફિલ્મમાં નૌકાદળના અધિકારીઓની વાર્તા બતાવવામાં આવી છે, જેમાં તેઓ સબમરીનની અંદર કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. ફિલ્મની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે.


મેજર
ફિલ્મ 'મેજર' વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. 26/11ના હુમલા પર આધારિત આ ફિલ્મમાં દક્ષિણ અભિનેતા આદિવી શેષ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે શોભિતા ધુલીપાલા અને સાઈ માંજરેકરને ખ્યાતિ અપાવી. સંદીપ ઉન્નીક્રિષ્નનની આ રિયલ લાઈફ સ્ટોરી લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મને ઘણા રાજ્યોએ ટેક્સ ફ્રી પણ કરી હતી.


અબ તુમ્હારે હવાલે વતન સાથિયો


2004માં રિલીઝ થયેલી 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો'ના ડાયલોગ આજે પણ લોકોના હોઠ પર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. બંને આર્મી ઓફિસર બન્યા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે દિવ્યા ખોસલા કુમારને રાતોરાત સેનસેશન બનાવી દીધી અને આ ફિલ્મ પછી તેણે ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા.


રૂસ્તમ
2016માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'રુસ્તમ' પણ એક નેવલ ઓફિસરની વાર્તા હતી, જે એક વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમારનો રોલ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં નેવી ઉપરાંત કોર્ટરૂમ ડ્રામા પણ જોવા મળે છે. ફિલ્મના ગીતો ખૂબ જ હિટ છે.


ટેંગો ચાર્લી
વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટેંગો ચાર્લી' સિનેમાઘરોમાં લોકપ્રિય રહી હતી. આ ફિલ્મમાં અજય દેવગન અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં ભારતીય સેનાની વાર્તા પણ બતાવવામાં આવી હતી.