Anant- Radhika Engagement Video: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે તેમના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે પરંપરાગત રીતે સગાઈ કરી હતી. રાધિકા મર્ચન્ટ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી છે. પરિવારજનોએ 2019માં જાહેરાત કરી હતી કે અનંત અને રાધિકા લગ્ન કરશે.
વીડિયોમાં ઈશાની જાહેરાત બાદ અનંતે રાધિકા સાથે કરી સગાઈ
અનંત અને રાધિકાની સગાઈનો અંદરનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ઈશા અંબાણી નાના ભાઈ અનંતની સગાઈની જાહેરાત કરતી જોવા મળે છે. આ પછી, તેનો ડોગ અનંત અને રાધિકા માટે વીંટી લાવે છે અને પછી કપલ એકબીજાને વીંટી પહેરાવીને સત્તાવાર રીતે સગાઈ કરે છે.
અંબાણી પરિવાર અનંત અને રાધિકાની સગાઈમાં હાજરી આપે છે
વીડિયોમાં નીતા અંબાણી પરિવારના સભ્યો સાથે સરપ્રાઈઝ ડાન્સ કરતી જોવા મળે છે. નીતા અને મુકેશ અંબાણીનો ડાન્સ મહેમાનો માટે ખાસ ટ્રીટ જેવો હતો. વીડિયોમાં આખો અંબાણી પરિવાર ઉજવણીમાં ડૂબેલો જોવા મળે છે. બાદમાં અનંત અને રાધિકા પણ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે.
અનંત અને રાધિકાની સગાઈમાં સ્ટાર્સનો જામ્યો હતો મેળાવડો
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની સગાઈની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સલમાન ખાનથી લઈને શાહરૂખ અને અક્ષય અને દીપિકા-રણવીર સિંહ કપલને અભિનંદન આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન આ સ્ટાર્સે વેન્યુ પર જોરદાર તસવીરો પણ ક્લિક કરી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત-રાધિકાની રોકા સેરેમની થઈ હતી
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત અંબાણીએ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈની જાહેરાત કરી હતી. રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં દંપતીએ રોકા સેરેમની કરી હતી. બાદમાં અનંત અને રાધિકાએ મુંબઈમાં અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાને ભવ્ય પાર્ટી સાથે તેમના રોકાની ઉજવણી કરી. હવે આ પ્રેમી યુગલે 19 જાન્યુઆરીએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે. ગુરુવારે તેમની સગાઈ દરમિયાન ગોળધાણા અને ચુંદડી ઓઢાળવાની વિધિ જેવા પરંપરાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ અનંત અને રાધિકા સાત ફેરા લીધા બાદ લગ્નના બંધનમાં બંધાશે.