Pathaan Reviews: ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને શનિવારે તેના ટ્વિટર એએમએ સત્ર દ્વારા ચાહકો સાથે વાતચીત કરી હતી. જેમાં શાહરૂખ ખાનના ચાહકોની અપેક્ષા હતી તે મુજબ અભિનેતાએ વાતચીત કરી હતી. આ વાતચીતમાં નિખાલસ વાત, ફિલ્મ પઠાણ વિશે ચર્ચા, શાહરૂખ ખાનની રમૂજ વિશે વાતો કરવામાં આવી હતી. શાહરૂખ ખાને આ શબ્દો સાથે સત્રની શરૂઆત કરી, "15 મિનિટ #ASKSRK પ્રેમ બદલ આભાર અને શનિવારે થોડી વધુ મજા કરવા." એક ટ્વિટર યુઝરે શાહરૂખને પઠાણનો 'અસલ રિવ્યૂ' આપવા કહ્યું હતું. તેણે કહ્યું "સર પઠાણ મૂવી વિશે તમારી વાસ્તવિક સમીક્ષા આપો," જેના જવાબમાં શાહરૂખ ખાને જવાબ આપ્યો હતો કે "અમે નિર્માતા છીએ વિવેચક નથી, જુદા જુદા જોબ પોર્ટફોલિયો... ફિલ્મ બનાવવાનો આનંદ સર્વોપરી છે... બીજું કંઈ નથી."
ચાહકોએ અભિનેતાને પઠાણની સાચી સમીક્ષા કહેવા કહ્યું
અન્ય એક ટ્વિટર યુઝરે પૂછ્યું કે પઠાણને અત્યાર સુધી જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે તેના વિશે તેમનું શું કહેવું છે (ટ્રેલર અને ગીતોના સંદર્ભમાં), શાહરૂખે જવાબ આપ્યો: "સારું લાગી રહ્યું છે કે અમારી ટીમમાં આટલા બધા લોકોની મહેનતના વખાણ કરવામાં આવી રહ્યા છે..પઠાણ" એક ટ્વિટર યુઝરે શાહરૂખને પૂછ્યું કે તેમનો દીકરો અબરામ શું વિચારે છે પઠાણ, શાહરુખ ખાને જવાબ આપ્યો, “તેણે ટ્રેલર જોયું અને તેને જેટ પેક સિક્વન્સ ગમ્યું છે. અન્ય એક ચાહકે પૂછ્યું, "શું તમે ક્યારેય તમારી પોતાની ફિલ્મ માત્ર ચાહકોની પ્રતિક્રિયા જોવા માટે થિયેટરમાં ગયા છો?" SRK નો જવાબ: "ના, ઘણા સમયથી નથી ગયો...અને એવી કોઈ ફિલ્મ પણ રિલીઝ નથી થઈ જે માટે મારે થિયેટરમાં જવું પડ્યું હોય, પઠાણ એક એવી ફિલ્મ છે જે ખચોખચ ભરેલા થિયેટરમાં જોવી ગમે.
આવતીકાલે પઠાણ ફિલ્મ થશે રિલીઝ
પઠાણ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં શાહરૂખની સામે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં છે. પઠાણમાં, જ્હોન અબ્રાહમ એક ખાનગી આતંકવાદી જૂથના નેતાની ભૂમિકા ભજવે છે જેનું એકમાત્ર મિશન ભારતને નષ્ટ કરવાનું છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ એજન્ટ તરીકે કામ કરે છે જેઓ ભારતને જ્હોન અબ્રાહમના દુર્ભાગ્યપૂર્ણ મિશનમાંથી બચાવવા માટે ટીમ બનાવે છે.