Happy Birthday Twinkle Khanna: બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના 29 ડિસેમ્બરે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. ટ્વિંકલ ખન્નાએ 1995માં બોબી દેઓલ સાથે 'બરસાત'થી અભિનયની શરૂઆત કરી હતી. ટ્વિંકલ ખન્નાની ફિલ્મો વિશે તમે પહેલાથી જ ઘણું જાણતા હશો. તેથી જ આજે અભિનેત્રીના જન્મદિવસ પર તેણે એક કિસ્સો સંભળાવ્યો જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
જ્યારે આરવ વારંવાર કિસિંગ સીન જોઈ રહ્યો હતો
2015ની વાત છે. એક ઈન્ટરવ્યુમાં ટ્વિંકલ ખન્નાએ પુત્ર આરવ વિશે એક મજાની વાત શેર કરી હતી. ઈન્ટરવ્યુમાં ટ્વિંકલ ખન્નાએ પોતાની એક્ટિંગ સ્કિલ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે દીકરો આરવ તેની ફિલ્મોની મજાક ઉડાવે છે. ટ્વિંકલ કહે છે, 'હું મારા બાળકોને મારી ફિલ્મો જોવા નથી દેતી. મારો પુત્ર ફિલ્મ 'જાન'માં એક સીન જોઈ રહ્યો હતો. તે વારંવાર એ સીન જોઈ રહ્યો હતો. હું તેને કઈ કહી શકતી નહોતી. આ સીનમાં હું તે વ્યક્તિના નિપલ પર કિસ કરી રહી હતી. અને તેણે મારા જન્મદિવસ પર તેનો કોલાજ બનાવ્યો હતો. ટ્વિંકલ ખન્ના માટે આ ક્ષણ કેવી રહી હશે. તેને શબ્દોમાં વર્ણવવું થોડું મુશ્કેલ છે.
પરિવાર સાથ આપતો ન હતો
ટ્વિંકલ ખન્ના આગળ કહે છે, 'મને નથી લાગતું કે મારા પરિવારે મારી કારકિર્દીમાં મને બહુ સપોર્ટ કર્યો હોય. ટ્વિંકલનું કહેવું છે કે તે 90ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી. તેમ છતાં તેને મજા નહોતી આવતી. જોબ અને કરિયરમાં ઘણો ફરક છે. મે એ સમયને એન્જોય નથી કર્યો. હું બસ ઘરે જઈને પુસ્તક વાંચવા માંગતી હતી. તે વખતે હું સેટ પર ભરતગૂંથણનું કામ કરતી હતી. આ જોઈને મારો સ્પોટ બોય કહેતો તમે આવું ના કરો બધા તમને આ જોઈને આંટી કહેશે. જો કે મે તેને એન્જોય કર્યું. જો કે હું તેવી વ્યકિત ના હતી
ટ્વિંકલ ખન્ના વર્કફ્રન્ટ
ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ 'બરસાત'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'મેલા', 'જાન', 'ઇતિહાસ', 'દિલ તેરા દિવાના', 'ઝુલ્મી' અને 'લવ કે લિયે કુછ ભી કરેગા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારે 2001માં લગ્ન કર્યા હતા. અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્નાને બે બાળકો નિતારા અને આરવ છે. ટ્વિંકલ અવારનવાર બાળકો સાથે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરે છે.