ગૌરી સ્પ્રેટ એક એંગ્લો-ઇન્ડિયન મહિલા છે જેના પિતા તમિલ-બ્રિટિશ મૂળના છે અને માતા પંજાબી-આઇરિશ મૂળના છે. તે બેંગલુરુમાં રહે છે અને આમિર ખાનની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે. ગૌરીને છ વર્ષનો દીકરો પણ છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ છેલ્લા 25 વર્ષથી એકબીજાને ઓળખે છે, પરંતુ છેલ્લા 18 મહિનાથી તેઓ રિલેશનશિપમાં છે અને સાથે રહે છે. આમિરે ગૌરીનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો હતો. તેના પરિવાર અને મિત્રોએ ગૌરીનો સ્વીકાર કરી લીધો છે.
ગૌરીએ કેટલો અભ્યાસ કર્યો છે?
આમિર ખાને તાજેતરમાં ગૌરી સાથેના પોતાના સંબંધની પુષ્ટી કરી હતી અને તેમના 60મા જન્મદિવસ નિમિત્તે મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. ગૌરીના શિક્ષણની વાત કરીએ તો તેણીએ બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે અને યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડનમાંથી ફેશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં ફાઉન્ડેશન ડિગ્રી (આર્ટ્સમાં ફાઉન્ડેશન ડિગ્રી) મેળવી છે. અચાનક પોતાના સંબંધોનો ખુલાસો કરીને આમિર ખાન મીડિયામાં ચર્ચામાં આવ્યો છે.
આમિર ખાનના 2021માં છૂટાછેડા થયા હતા
આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે 16 વર્ષના લગ્નજીવન પછી 2021માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. કિરણ રાવે આ નિર્ણય માટે પોતાની પર્સનલ સ્પેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પછી પણ બંને વચ્ચે હજુ પણ મજબૂત મિત્રતા અને પારિવારિક બંધન છે અને તેઓ તેમના પુત્ર આઝાદનું કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે.
છૂટાછેડા છતાં આમિર અને કિરણે તેમના સંબંધોના સકારાત્મક પાસાઓ જાળવી રાખ્યા છે. કિરણે જણાવ્યું કે આમિર તેનો મિત્ર છે અને ઘણી રીતે તેનો ગુરુ છે અને તેઓ એકબીજાના પરિવારને પોતાનો પરિવાર માને છે. આમિરની માતા હજુ પણ કિરણની સાસુ છે અને તેના બાળકો જુનૈદ અને ઇરા તેના મિત્રો છે.