Malaika Arora Father Death: ભારતીય ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. તેમણે બુધવારે સવારે 9 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચારથી માત્ર મલાઈકાના પરિવારને જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો લાગ્યો હચો અને હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી આવેલ નથી
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરાના પિતાની આત્મહત્યાના સમાચાર મળતાની સાથે જ બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, પોલીસને હજુ સુધી ઘટના સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ નથી મળી , એવું કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.
મુંબઈ પોલીસે શું આપી પ્રતિક્રિયા
તો બીજી તરફ મુંબઈ પોલીસ અધિકારીએ આ કેસ અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અનિલ અરોરાનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ છઠ્ઠા માળે રહેતા હતા. અત્યારે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. હાલ અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ પણ આવી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય રહ્યું છે. તેણે આવું શા માટે કર્યું તેનું કારણ જાણવાનો પ્રયાસ અમારી ટીમ કરી રહી છે.
ઘટના સમયે ઘરે હાજર નહોતી મલાઇકા અરોરા
અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોડા ઘરે હાજર ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. મલાઈકાને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.
મલાઇકાના ઘરે પહોંચ્યો એક્સ હસબન્ડ અરબાઝ ખાન
આ સમાચાર આવતા જ મલાઈકા અરોડાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અભિનેત્રીના ઘરે પહોંચી ગયો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોડાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.
આ પણ વાંચો...