Sushant Singh Rajput- Disha Salian Case: વર્ષ 2020માં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. સુશાંતની આત્મહત્યાના થોડા દિવસો પહેલા તેની મેનેજર દિશા સાલિયાનનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બંને મામલાઓ પર મોટી અપડેટ શેર કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસને આ કેસમાં CBIની તપાસ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાની વિશ્વસનીયતાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુશાંત સિંહના મોત મામલે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
રિપબ્લિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- “અગાઉ ઉપલબ્ધ તમામ માહિતી અફવાઓ પર આધારિત હતી. જોકે, બાદમાં કેટલાક લોકોએ કહ્યું કે તેમની પાસે આ કેસ સંબંધિત કેટલાક નક્કર પુરાવા છે. અમે તેમની સાથે વાત કરી છે અને તેમને પુરાવા પોલીસને સોંપવા કહ્યું છે. "હાલમાં ઉપલબ્ધ તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે કે તે સાચા છે કે નહીં. તપાસ ચાલી રહી છે, તેથી તેના પરિણામ પર કંઈપણ કહેવું મારા માટે યોગ્ય રહેશે નહીં.
સુશાંતે કરી હતી આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના રોજ પોતાના મુંબઈના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને જીવનનો અંત આણ્યો હતો. તેમના અવસાન બાદ જ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. લોકોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો હતો. તેથી ઘણા લોકો સુશાંતના મૃત્યુ માટે બોલિવૂડમાં હાજર નેપોટિઝમને જવાબદાર માનવા લાગ્યા. છેલ્લા કેટલાક સમયથી આ કેસને લઈને ભારે હોબાળો થયો હતો. સુશાંતના ચાહકો તેની સાથે થયેલા અન્યાય માટે ન્યાય ઈચ્છે છે. તે ઈચ્છે છે કે સુશાંતના ગુનેગારોને સખત સજા મળે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
દિશા સાલિયાનનું મૃત્યુ
દિશા સલિયન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. 8 અને 9 જૂન, 2020ના રોજ, લગભગ 2 વાગ્યે દિશાનું એક બિલ્ડિંગના 14મા માળેથી પડીને મૃત્યુ થયું હતું.
બે દિવસ પછી પોસ્ટમોર્ટમ થયું
દિશાના શબનું પોસ્ટમોર્ટમ ઘટનાના બે દિવસ પછી એટલે કે 11 જૂને કરવામાં આવ્યું હતું. બોરીવલી પોસ્ટમોર્ટમ સેન્ટરમાં દિશાનું શબપરીક્ષણ કરવામાં બે દિવસનો વિલંબ કેમ થયો તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. જ્યારે ઑટોપ્સી રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે દિશાના મૃત્યુનું કારણ માથામાં થયેલી ઈજા અને ઘણી અકુદરતી ઈજાઓ હતી. કારણ કે તે 14મા માળેથી નીચે પડી હતી. દિશાને ઘણી ઈજાઓ થઈ હતી.