મુંબઇઃ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ જગતની સાથે સાથે ફેન્સ પણ બહુ યાદ કરી રહ્યાં છે. સ્ટારની એકાએક વિદાયથી તેના મોત પાછળ તર્ક-વિતર્ક શરૂ થયા છે. 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ પર હવે એક ફિલ્મ બનવા જઇ રહી છે. દિવંગત સુશાંત સિંહના જીવન પર એક બાયૉપિક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને હિન્દી, તેલુગુ અને તામિલ ભાષાઓમાં બનાવવામાં આવશે, અને નિર્માતાઓઓ આ ફિલ્મને 2022માં રિલીઝ કરવાની યોજના બનાવી છે.


કથિત રીતે ફિલ્મને સામાન્ય જનતાના ફન્ડિંગ દ્વારા નાણાંકિય સહાય કરવામાં આવશે, અને આ માટે એક સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ હશે. આ બેનામ પરિયોજનાના નિર્દેશન નિખિલ આનંદ કરશે.

આ વિશે આનંદે કહ્યું કે, આ તથ્યને સ્વીકાર કરવા દર્દનાક છે કે સુશાંત શારીરિક રીતે અમારી સાથે નથી, તે દરેક સામાન્ય માણસ માટે એક પ્રેરણા હતો, જે મોટો બનવા માંગતો હતો. તે માત્ર એક ઉત્કૃષ્ટ કલાકાર ન જ ન હતો પણ એક બુદ્ધિમાન માણસ પણ હતો, અને એક મહાન માણસ બનવાની ઇચ્છા પમ રાખતો હતો.



આનંદે કહ્યું મને આશા છે કે તે જ્યાં પણ હશે ત્યાં ખુશ છે. તેના પર મારી એક ફિલ્મ એક શ્રદ્ધાંજલિ હશે, અને સિનેમાની દુનિયામાં તેને અમર બનાવવા માટે એક મારુ સપનુ છે. મને આશા છે કે એક વધુ લોકોને ઉદ્યોગનો ભાગ બનવા માટે પ્રેરિત કરશે અને એક ફેરફાર લઇને આવશે. મને આશા છે કે નકારાત્મકતા ઓછી થશે અને બૉલીવુડ ભાઇ-ભત્રીજાવાદને નકારશે.

પરિયોજના માટે અનુસંધાન અને તૈયારીના ભાગ તરીકે, આનંદ ફિલ્મને વધુ સટીક બનાવવા માટે સુશાંતના સંબંધીઓ, પરિવાર અને મિત્રોને મળવાની યોજના બનાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020એ પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઇ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હાલ સુશાંતના સંબંધી, પરિવાજનો અને મિત્રો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.