બૉલિવૂડની આ બે હૉટ એક્ટ્રેસે #bottlecapchallenge પૂરી કરી ફેન્સને ચોંકાવ્યા, જુઓ વીડિયો
abpasmita.in | 05 Jul 2019 06:39 PM (IST)
સોશિયલ મીડિયા પર હાલમાં બૉટલ કેપ ચેલેન્જ છવાયેલી છે. અને તેને અનેક સેલેબ્રિટિઝ પોતાના અંદાજમાં પૂરી કરતા નજર આવી રહ્યાં છે.
મુંબઈ: સોશિયલ મીડિયા પર હાલમાં બૉટલ કેપ ચેલેન્જ છવાયેલી છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા અનેક બૉલિવૂડ અભિનેતાઓએ આ ચેલેન્જને પૂરી કરી છે. પરંતુ આ ગેમ હવે આગલા લેવલ સુધી પહોંચી ગઈ છે અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની મહિલાઓ પણ તેના મારફતે પોતાના ફિટનેસને સાબિત કરતી નજર આવી રહી છે. અભિનેત્રી સુષ્મિતા સેને અને શર્લિન ચોપડાએ આ ચેલેન્જ પૂરી કરી ફેન્સને ચોંકાવી દીધાં છે. સુષ્મિતાએ આ ચેલેન્જને બોયફ્રેન્ડ રોહમન શૉલ અને બે દિકરીઓ સાથે સ્વીકારી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સુષ્મિતા સહિત આ ત્રણેય વારાફરતી આ ચેલેન્જ પૂરી કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો પોસ્ટ કરીને સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું કે “બધી મઝા છોકરાઓ માટે જ હોવી જોઈએ ! રેને, અલીશા, તમારી પોતાની અને રોહમન તમામ...... બૉટલ કેપ ચેલેન્જ. તમને વધાને પ્રેમ...” માત્ર સુષ્મિતા જ નહીં, પણ મોડલ-એક્ટ્રેસ શર્લિન ચોપડાએ પણ આ ચેલેન્જ પર હાથ અજમાવ્યો અને તેને પૂરી પણ કરી. શર્લિને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે આ ચેલેન્ડને શાનદાર રીતે પૂર્ણ કરતી નજર આવી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, “હૈ અક્ષય કુમાર, હું પોતાને રોકી શકી નહીં ! ફિટ ઇન્ડિયા. ” આ ચેલેન્જને અનેક સેલેબ્રિટિઝ પોતાના અંદાજમાં પૂરી કરતા નજર આવી રહ્યાં છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, અભિમન્યૂ દસાની પણ પરફોર્મ કરી ચુક્યાં છે. આ બૉટલ કેપ ચેલેન્જમાં બોટલને પહેલા એક સમતલ જગ્યા પર રાખીને તેના ઢાંકણને હાથનો ઉપયોગ કર્યા વગર પાછળ ફરીને એક કિકથી ઢાંકણ ખોલવાનું હોય છે.