કમલ હસન અને ગૌતમીના 13 વર્ષ જૂના સંબંધો પર પૂર્ણવિરામ, ગૌતમીએ બ્લોગ પર આપી માહિતી
abpasmita.in | 02 Nov 2016 11:19 AM (IST)
નવી દિલ્લીઃ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસન અને તેની ગર્લફ્રેન્ડ ગૌતમી વચ્ચેનો 13 વર્ષ જુનો સંબંધ તૂટી ગયો છે. ગૌતમીએ જણાવ્યું હતું કે, તે આગળ પણ તેના ટેલેન્ટનું સમ્માન કરતી રહેશે. ગૌતમીએ 'લાઇફ અન્ડ ડિસીઝંસ' નામના પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, 'દિલ તોડનાર આ સચ્ચાઇનો સ્વીકાર કરવા અને આ નિર્ણય સુધી પહોચવામાં મને લાંબો સમય લાગ્યો છે. આ મારા જીવનના સૌથી કઠીન નિર્ણયમાનો એક છે. પરંતુ મારા માટે મહત્વનો છે. આખરે હું એક માં છું અને મારા માટે બાળકની સર્વશ્રેષ્ઠ મા સાબિત થવાની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, 48 વર્ષિય ગૌતમી તડિમલ્લા અને 61 વર્ષના કમલ હસન છેલ્લા 13 વર્ષથી સાથે હતા. આ બંનેએ 'અપૂર્વ સહોદરારગલ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. છેલ્લે આ બંને 2015 માં 'પાપનાશમ' સાથે દેખાયા હતા. ગૌતમીને બિઝનેશમેન સંદિપ ભાટિયાથી છુટાછેડા થયા હતા. જેનાથી તેને એક બાળકી પણ છે. તો બીજી તરફ કમલ હસનના બે વાર લગ્ન થયેલા છે. બીજી પત્ની સારિકાથી તેને બે પુત્રી શ્રૃતિ અને અક્ષરા છે. ગૌતમીએ લખ્યું હતું કે આ મારુ દિલ તોડવાની વાત છે કે, હું હવે કમલ હસન સાથે નથી. 13 વર્ષ એક સાથે રહ્યા બાદ આ નિર્ણય મેં લીધો છે. આ નિર્ણય મારા માટે સહેલો નહોતો. તેણે વધુમા લખ્યું હતું કે, 'તેમના સંબંધો એવા રસ્તે પહોચી ગયો છે કે, જ્યાંથી એક સાથે ચાલવું મુશ્કેલ લાગુ રહ્યુ છે.'