અમૃતસરઃ કેંદ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 1984 માં શિખ વિરોધી હિંસાને દેશમાં વિનાશનું સૌથી મોટુ ઉદાહરણ ગણાવ્યું હતું. જેટલીએ પંજાબના સૂબા સ્વર્ણ જયંતી માટે આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં કહ્યું કે, "હું ક્યારેક ક્યારેક કહું છું કે, જ્યારે ઇતિહાસ લખામાં આવશે, તો 1984 ને વિનાશના વર્ષ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી, 1984 માં આપણે જોયેલા વિનાશ સૌથી મોટા ઉદાહરણમાંનો એક છે." જેટલીએ આરોપ લગાવ્યો હતો. આતંકવાદ કૉંગ્રેસની ભૂલોને કારણે ફેલાયેલો છે. એ સમયે પંજાબ અને પંજાબીઓને સૌથી મોટું નુક્સાન સહન કરવું પડ્યું છે.

જેટલીએ વધુણાં જણાવ્યું હતું કે, સરકારને બર્ખાસ્ત કરવી, આતંકવાદ, લોકંતંત્રને ખતરામાં નાખવું, સરકારોને તેમનો કાર્યકાળ પૂરો નહિ કરવા દેવો, લોકોને જેલમાં ધકેલવા, અને દેશમાં 1984નો દાગ લગાવવો તેના શાસનો ભાગ છે. ઘણી પ્રકારની મુશ્કેલીઓ સામે સફળતા પૂર્વક લડવા માટે પંજાબના લોકોની પ્રશંસા કરી હતી.