Britney Spears Wedding: પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ અને તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ સેમ અસગરી સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ દંપતીએ ગુરુવારે રાત્રે લગ્ન કર્યા હતા. અસગારીના પ્રતિનિધિ બ્રાન્ડન કોહેને આ સમાચારની પુષ્ટિ કરી છે.
લગ્નમાં કોણ કોણ ન આવ્યું
આ દંપતીએ કેલિફોર્નિયાના થાઉઝન્ડ ઓક્સમાં સ્પીયર્સના નિવાસસ્થાને એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા, જેમાં મેડોના, સેલેના ગોમેઝ, ડ્રૂ બેરીમોર અને પેરિસ હિલ્ટન સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. સ્પીયર્સના બાળકો લગ્નમાં આવ્યા ન હતા, પરંતુ તેણીએ દંપતીને શુભેચ્છા પાઠવી હતી. પ્રખ્યાત ગાયકના પિતા જેમી સ્પીયર્સ, માતા લિન સ્પીયર્સ અને બહેન જેમી લિન સ્પીયર્સ પણ લગ્નમાં સામેલ થયા ન હતા.
પૂર્વ પતિએ મચાવી ધમાલ
હોલિવુડની પોપ સિંગર બ્રિટની સ્પીયર્સનાં ત્રીજાં લગ્નમાં ભૂતપૂર્વ પતિએ ધમાલ મચાવી લગ્નસ્થળમાં વગર આમંત્રણે ઘૂસી જવા પ્રયાસ કરતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે એક જૂના વોરન્ટના આધારે તેની ધરપકડ કરી લીધી હતી. આ વખતે બ્રિટનીનો ભૂતપૂર્વ પતિ જેસન એલેક્ઝાન્ડર ત્યાં ઘૂસી આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો કરી સિક્યોરિટી જવાનો સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. છેવટે સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જેસનની એક જૂના વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
બાળપણના મિત્રો છે બ્રિટની અને જેસન
જેસન બ્રિટનીનો બાળપણનો મિત્ર છે. બંનેએ 2004માં લગ્ન કર્યાં હતાં પરંતુ માત્ર પચાવન કલાકમાં બંને અલગ થઈ ગયાં હતા. બ્રિટનીએ તે પછી સિંગર કેવિન ફેડરલિન સાથે લગ્ન કર્યા હતાં. જોકે, 2007માં તેની સાથે પણ છૂટાછેડા બાદ સેમ સાથે તેનાં આ ત્રીજાં લગ્ન છે. બંનેએ સાત મહિના પહેલાં એન્ગેજમેન્ટ કર્યું હતું. બંને માતાપિતા પણ બનવાનાં હતાં પરંતુ બે મહિના પહેલાં જ બ્રિટનીને મિસકેરેજ થઈ ગયું હતું.