Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાને કેર ફરીથી જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગની 10 જૂનના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 655 નવા કેસો સામે આવ્યા છે. આની સાથે જ બે દર્દીઓના મોત પણ થયા છે, અને કૉવિડ સંક્રમણ દર વધીને 3.11 ટકા થઇ ગયો છે. 


દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21044 ટેસ્ટ કરવામાં આવ્યા અને 419 દર્દીઓ સાજા થયા. દિલ્હીમાં હાલમાં કોરોનાના કુલ 2008 એક્ટિવ કેસો અને કન્ટેન્ટમેન્ટ ઝૉનની સંખ્યા 236 થઇ ગઇ છે. 


દિલ્હીમાં અગાઉના દિવસની સરખામણીમાં કૉવિડના કેસોમાં 33 કેસોમાં વૃદ્ધિ થઇ છે. દિલ્હીમાં ગુરુવારે 622 નવા કેસો નોંધાયા હતા, અને આ દરમિયાન 3.17 ટકા કૉવિડ સંક્રમણ દર હતો ત્યારે બે મોત થયા હતા. આની સાથે જ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એક જ દિવસમાં 564 સંક્રમણ જોવા મળ્યુ હતુ, જોકે, 15 મે બાદ સૌથી વધુ હતો. 


Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
ગાંધીનગર :  ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે.  રાજ્યમાં આજે કોરોનાના નવા 143 કેસ નોંધાયા છે.  બીજી તરફ 51 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.  અત્યાર સુધીમાં કુલ 12,14,405 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,719 રસીના ડોઝ અપાયા હતા.


અમદાવાદમાં 83 કેસ, વડોદરા શહેરમાં 14 કેસ, ગાંધીનગરમાં 10 નવા કેસ, સુરત શહેરમાં 9 કેસ, રાજકોટ શહેરમાં 8 અને જામનગર શહેરમાં 3 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. 


રાજ્યમાં કુલ 608 એક્ટિવ કેસ છે. કોઇ પણ દર્દી  વેન્ટિલેટર પર નથી. તમામ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,405 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે ગાંધીનગર કોર્પોરેશનમાં એક નાગરિકનું કોરોનાને કારણે મોત થયું હતું. 


આ પણ વાંચો......


અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન


ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત


Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ


Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?


શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ


Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ