ન દવા, ન સિઝેરિયન, પાણીમાં બાળકને જન્મ આપવા માંગે છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
abpasmita.in | 25 Jun 2019 08:55 PM (IST)
બોલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ દેસી બોયઝમાં કામ કરી ચુકેલી બ્રાઝિલિયન એક્ટ્રેસ અને મોડલ બ્રૂના અબ્દુલ્લાહ પ્રથમ વખત માતા બનવા જઈ રહી છે. જેને લઈ તેણે ખાસ તૈયારી કરી છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ દેસી બોયઝમાં કામ કરી ચુકેલી બ્રાઝિલિયન એક્ટ્રેસ અને મોડલ બ્રૂના અબ્દુલ્લાહ પ્રથમ વખત માતા બનવા જઈ રહી છે. જેને લઈ તેણે ખાસ તૈયારી કરી છે. બ્રૂના બાળકને વોટર બર્થ ડિલીવરી દ્વારા જન્મ આપવા માંગે છે અને તેનું આ પ્લાનિંગ ચર્ચામાં છે. બ્રૂના માતા બનવાને લઈ ઘણી ઉત્સુક છે અને પ્રેગ્નેન્સીની દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહી છે. બોમ્બે ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં બ્રૂનાએ જણાવ્યુ કે, મેં પહેલાથી ડિલીવરીનું આયોજન કરી લીધું છે. હું મારા બાળકને પાણીમાં જન્મ આપશે. મને પાણી સાથે ખૂબ પ્રેમ છે. હું પાણીમાં રિલેક્સ અનુભવું છું અને મારા બાળકને જન્મ આપવા માંગુ છું. તેણે એમ પણ કહ્યું કે, હું બાળકની કુદરતી ડિલિવરી કરાવવા માંગુ છું. જેમાં કોઈ દવા કે ઓપરેશનનો ઉપયોગ નહીં કરવામાં આવે. પાણીમાં રહીને બાળકને જન્મ આપવાથી દર્દ ઓછું થાય છે તેમ સાબિત થઈ ગયું છે. બ્રૂના ફિલ્મ આઈ હેટ વલ સ્ટોરી, ગ્રેંડ મસ્તી અને દેસી બોયઝમાં નજરે પડી ચુકી છે. ક્રિકેટ બાદ હવે આ રમતમાં હાજ અજમાવી રહ્યો છે સચિન, સફળતા મળી તો જમીન પર જ સુઈ ગયો મોદીએ ગુજરાતના CM તરીકેના કયા દિવસોને યાદ કર્યા ? સરદાર સરોવર ડેમને લઈ શું કહ્યું ? જાણો વિગત