નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા કેજરીવાલ માટે માઠા સમાચાર આવ્યા છે. મંગળવારે દિલ્હીની એક અદાલતે ધારાસભ્ય મનોજ કુમારને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે.


મંગળવારે કોંડલીથી આપ ધારાસભ્ય મનોજ કુમારને ચૂંટણી પ્રક્રિયામાં વિધ્ન નાંખવાના મામલે સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટે ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. આ ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. 4 જૂને થયેલી સુનાવણીમાં તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. મામલો 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ક્લ્યાણપુરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

2013માં ચૂંટણી દરમિયાન મનોજ કુમારની આગેવાનીમાં 50થી વધારે આપ કાર્યકર્તાઓએ એમસીડી સ્કૂલના ગેટ પર હંગામો કરીને મતદાનની પ્રક્રિયામાં વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે મતદારો પરેશાન થયા હતા. આ લોકોએ સ્કૂલનો મેઈન ગેટ પણ બંધ કરી દીધો હતો, જેના કારણે પોલીસકર્મી તથા ચૂંટણીમાં રોકાયેલો સ્ટાફ પણ અંદર બંધ થઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મતદાન પૂરું થયા બાદ આરોપીએ મતપેટીઓ બહાર નહીં લઈ જવાની વાત કરીને ગેટ બંધ કરી તેની સામે બેસી ગયો હતો. જે બાદ અન્ય રસ્તેથી મતપેટીઓ બહાર લઈજવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન મનોજ કુમારે તમામ આરોપોનું ખંડન કર્યું હતું.


વેસ્ટ ઈન્ડિઝના કયા પૂર્વ દિગ્ગજ ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જાણો વિગત