માત્ર બે ફિલ્મોમાં ચમકેલી આ એક્ટ્રેસનું તમિલનાડુમાં બનાવાયું મંદિર, જાણો કોણ છે એક્ટ્રેસ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2021 10:23 AM (IST)
તામિલનાડુમાં સેલેબ્સની જે રીતે ફેન્સ ભક્તિ કરે છે. ભાગ્યે જ દુનિયાના કોઇ રાજ્યમાં આવી ચાહના મળતી હશે. તામિલનાડુમાં માત્ર 2 જ ફિલ્મમાં ચમકેલી એક્ટ્રેસનું મંદિર બંધાવાયું છે. કોણ છે આ અભિનેત્રી જાણીએ..
તામિલનાડુમાં સેલેબ્સની જે રીતે ફેન્સ ભક્તિ કરે છે. ભાગ્યે જ દુનિયાના કોઇ રાજ્યમાં આવી ચાહના મળતી હશે. તામિલનાડુમાં માત્ર 2 જ ફિલ્મમાં ચમકેલી એક્ટ્રેસનું મંદિર બંધાવાયું છે. કોણ છે આ અભિનેત્રી જાણીએ. સાઉથમાં ફિલ્મી કલાકારો માટે ફેન્સ વધુ પડતા ક્રેઝી જોવા મળે છે. તેમની દિવાનગી કિસ્સા અદભૂત અને રસપ્રદ રહ્યાં તેઓ તેના ભક્ત બની જાય છે. સાઉથમાં તેમના લોકપ્રિય કલાકારની ભક્તિમાં મંદિરમાં પણ બધાવી દે છે. સિલ્ક સ્મિથા, ખૂશ્બૂ, નયનતારા, અને હંસિકા મોટવાનીના ફેન્સે તેના ભવ્ય મંદિર બંધાવ્યા છે. તાજેતરમાં જ તમિલ ફિલ્મમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી પાછળ પણ ફેન્સની કંઇક આવી જ દિવાનગી છે. નિધિ અગ્રવાલે હજું તમિલમાં બે જ ફિલ્મ કરી છે. પરંતુ 27 વર્ષિય આ અભિનેત્રીને લોકચાહના અદભૂત મળી રહી છે. Actress Nidhi Agarwal Hot Black Saree Images @ iSmart Shankar Pre Release નિધિ અગ્રવાલના સન્માનમાં તેમના ફેન્સે મંદિર બંધાવ્યું છે. નિધિએ તમિલ ફિલ્મ ‘ભૂમિ’થી સાઉથ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું છે. નિધિએ આ સન્માન માટે ફેન્સનો આભાર માન્યો છે. નિધિ અગ્રવાલે ટવિટ કરીને લખ્યું કે, “મારા માટે આ વેલેન્ટાઇન ગિફ્ટ છે. જો કે આ સન્માનથી હું ખૂબ જ આશ્ચર્ય અનુભવી રહી છું. જો કે હું ખૂબ જ ખુશ અને આ પ્રેમ સન્માન માટે દિલથી આભાર માનું છે” નિધિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર ફેન્સને એક રિકવેસ્ટ કરી છે કે, આ મંદિરને તે ફૂડ અને એજ્યુકેશનના હેતુ માટે કન્વર્ટ કરી દે. નિધિ અગ્રવાલની ત્રીજી ફિલ્મ પણ ટૂંક સમયમાં જ આવશે.