મહેસાણા જિલ્લા પંચાયતની ચુંટણીમાં ચૂંટણી અધિકારીએ લાંચ માંગી હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. વિસનગર તાલુકામાં આવતી સવાલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારે ખોટું સોગંદનામું રજૂ કર્યુ હોવાની ભાજપના ઉમેદવાર જયાબેન ચૌધરીએ વાંધા અરજી આપી હતી.


વાંધા અરજી આપ્યા બાદ ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર સામે રજૂ કરેલો વાંધો અમાન્ય કરતો હુકમ કર્યો હતો. વાંધો અમાન્ય કરતો હુકમ કરવા માટે કૉંગ્રેસના ઉમેદવાર રાજીબેન ચૌધરીના પતિ હસમુખભાઈ ચૌધરી પાસે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા અધિકારીએ 5 લાખની લાંચ માંગી હતી. જેમાં 3 લાખની પતાવટ થઈ હતી.

આ બાબતે હસમુખભાઈએ એસીબીને જાણ કરી. એસીબીએ છટકુ ગોઠવી અધિકારી રાજેંદ્ર બ્રહ્નાભટ્ટને 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા.