લંડનમાં એક મોડેલના ઘરમાં ચોરોએ ટમારા એકલેસ્ટોન નામની પ્રખ્યાત મોડેલના ઘરમાંથી માત્ર 50 મીનિટમાં જ કરોડો રૂપિયાની જ્વેલરી લઈને ભાગી ગયો હતો. હાલમાં આ મોડેલ પતિ સાથે આ બંગલામાં રહે છે.
આ બંગલાની કિંમત 665 કરોડ રૂપિયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. ત્યારે આ મોંઘાદાટ બંગલામાં ચોરી કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે બનેલી ઘટનાને લઈ મોડેલ સહિત પુરો પરિવાર શોકમાં છે.
ચોરોએ એક કલાકથી પણ ઓછા સમયમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. તમામ જ્વેલરી 50 મીનિટમાં જ લઈને ગાયબ થઈ ગયા હતાં. ચોરીની ઘટના બની એના થોડો સમય પહેલાં જ મોડેલ ક્રિસમસ ઉજવવા દેશમાંથી બહાર નીકળી હતી. તેમજ મોડેલનું ઘર જે વિસ્તારમાં છે એ લંડનનો એક જાણીતો વિસ્તાર માનવામાં આવે છે.
આ વિસ્તારમાં પોલીસને 24 કલાક બંદોબસ્ત હોય છે છતાં પણ આટલી મોટી ચોરી થઈ. મોડેલ તમારાના 57 કેમેરા ધરાવતા બંગલામાં 24 કલાક ગાર્ડ પણ હાજર રહે છે. ત્રણ ચોરો બગીચા તરફથી ઘુસીને ચોરીને અંજામ આપ્યો હતો તેવું જાણવા મળ્યું છે.
બ્રિટિશની કઈ જાણીતી મોડલના બંગલામાં માત્ર 50 મીનિટમાં અધધધ રૂપિયાના જ્વેલરીની થઈ ચોરી? જાણો વિગત
abpasmita.in
Updated at:
17 Dec 2019 02:39 PM (IST)
મોડેલ તમારાના 57 કેમેરા ધરાવતા બંગલામાં 24 કલાક ગાર્ડ પણ હાજર રહે છે. ત્રણ ચોરો બગીચા તરફથી ઘુસીને ચોરીને અંજામ આપ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -