નવી દિલ્હીઃ પહાડો પરથી આવી રહેલા ઠંડી અને બર્ફીલા પવનોથી સોમવારે દિલ્હીનુ વાતાવરણ એકદમ ઠંડુ રહ્યું, 16 વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં કૉલ્ડવેવ સર્જાયો, અને ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.


સોમવારે દિલ્હીમાં દિવસે સામાન્યથી 10 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાયુ, એટલે કે 12.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતુ. આ પહેલા 2003માં 26 જાન્યુઆરીના દિવસે દિલ્હીનુ તાપમાન 10.06 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. આ 16 વર્ષ બાદ રેકોર્ડ ઠંડી નોંધાઇ છે.

હવામાન વિભાગનું કહેવુ છે કે દિલ્હીમાં હજુ પણ શીતલહેર અને ઠંડીનુ મોજુ ફરી વળશે, રિપોર્ટ પ્રમાણે આગામી દિવોસમાં દિલ્હીમાં દિવસ અને રાત બન્નેનુ તાપમાન નીચે જવાનુ સંભાવના છે.