મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર ધનુષ આજકાલ પોતાની લક્ઝરી કારના કારણે મુશ્કેલીમાં પડી ગયો છે. ખરેખરમાં વર્ષ 2015માં યુકેથી ખરીદેલી પોતાની રૉલ્સ-રૉયસ કારને ભારતમાં પ્રવેશ કરવા માટેના ટેક્સમાં છૂટની માંગ કરવા માટે એક અરજી દાખલ કરી હતી. તાજેતરમાં જ આવી એક અરજી દાખલ કરવી સાઉથના સુપર સ્ટાર વિજયને પણ ભારે પડી હતી, જે બાદ ધનુષના વકીલ 2015માં દાખલ અરજી પાછી ખેંચી લેવા માંગતો હતો, પરંતુ મદ્રાસ હાઇકોર્ટે કેસની સુનાવણી કરી અને ધનુષની અરીજ પાછી ખેંચવાની અનુમતિ આપવાનો ઇનકાર કરી દીધો.
48 કલાકની અંદર ભરે બાકીની ટેક્સ રકમ-
ધનુષના વકીલે 5 ઓગસ્ટે સુનાવણી દરમિયાન કોર્ટને સૂચિત કર્યુ છે કે અભિનેતાએ ટેક્સની 50 ટકા રકમની ચૂકવણી કરવા સહમત થઇ ગયા છે, અને અરજી પાછી ખેંચવાની માંગ કરી છે. જોકે ન્યાયમૂર્તિ એસએમ સુબ્રમણ્યમે એક આદેશ પારિત કરીને કેસને ફગાવી દીધો અને ધનુષ રૉલ્સ-રૉયસ કારની એન્ટ્રી ટેક્સ તરીકે 30.30 લાખની ચૂકણવી 48 કલાકની અંદર કરવાનો આદેશ આપ્યો છે. તેમને કહ્યું- સાબુ ખરીદનારો આદમી પણ ટેક્સ આપી રહ્યો છે. તમામની જવાબદારીથી અને કાયદા અનુસાર કાર્ય કરવુ જોઇએ.
વિજયને પણ આપ્યો ઠપકો-
વળી, આના પહેલા કોર્ટે સાઉથ એક્ટર વિજયને પણ આવા જ એક કેસ માટે ઠપકો આપ્યો હતો. વિજય પર આરોપ હતો કે તેને રૉલ્સ-રૉયસ કાર ખરીદીમં એન્ટ્રી ટેક્સની ચોરી કરી છે. આને લઇને તેને કોર્ટને અપીલ કરી હતી કે આ ટેક્સને દુર કરવામાં આવે. આ કેસ પર કાર્યવાહી કરતા હાલ મદ્રાસ હાઇકોર્ટે વિજયને ફટકારાયેલા એક લાખ રૂપિયાના દંડ પર વચગાળાની રોક લગાવી દીધી છે.