આ એક્ટર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, મોતની ધમકી આપવાનો આરોપ
જ્યારે કાર આદિત્યના ઘરે લઈ જવામાં આવી તો તે ગેરવર્તણુંક કરી. ફોન પર તેને ગાળાગાળી પણ કરી. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે. આરોપ વિશે આદિત્યને પૂછવા પર કહ્યું કે, આ બધું ખોટું છે. તે તમામ પેમેન્ટ કરી ચૂક્યા છે અને તેની પાસે બેંક સ્ટેટમેન્ટ પણ છે. તેમણે મારી કારને એક વર્ષ સુધી કોઈપણ કારણ વગર પોતાની પાસે રાખી.
મોહસિન કાદર રાજપકર નામના એક કાર મેકેનિકે ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, માર્ચ 2017માં આદિત્ય પંચોલીએ તેને પોતાની કારની સર્વિસ માટે ઘરે બોલાવ્યો હતો. તેની કાર બિલકુલ ચાલી રહી ન હતી માટે તેને જુહૂના સર્વિસ સેન્ટર લઈ જવામાં આવી. જોકે, સાધનોની કમીને કારણે કારની સર્વિસ ન થઈ શકી અને લેન્ડ ક્રૂઝરને દિલ્હી મોકલવી પડી. ફેબ્રુઆરી 2018માં કાર પરત મુંબઈ આવી ગઈ. આ બધામાં અંદાજે 2.8 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
નવી દિલ્હીઃ એક્ટર આદિત્ય પંચોલી વિરૂદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આદિત્ય પર એક કાર ડીલરને ગાળો આપવા અને મોતની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, આદિત્ય રૂપિયાને લઈને એક કાર ડીલર સાથે ગાળાગાળી અને મોતની ધમકી આપી હતી.