આ જાણીતી એક્ટ્રેસે ડાયરેક્ટર અને તેના મિત્ર પર લગાવ્યા ગંભીર આરોપ કહ્યું- સોશિયલ મીડિયામાં એ....
abpasmita.in | 28 Oct 2019 11:53 AM (IST)
મેનને અભિનેત્રી સાથે ઘણી જાહેરાતો બનાવી છે કે જેમાં મંજુ મુખ્ય ભૂમિકામાં હતી.
નવી દિલ્હીઃ કેરળ પોલીસે વિજ્ઞાપન ફિલ્મ નિર્માતાથી ડાયરેક્ટર બનેલ શ્રીકુમાર મેનન વિરૂદ્ધ લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ મંજૂ વારિયરે ફરિયાદ નોંધાવી છે. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે, ડાયરેક્ટરે કથિત રીતે તેને ધમકી આપી અને સોશિયલ મીડિયા પર બદનામ કરી રહ્યો છે. એક્ટ્રેસે 22 ઓક્ટોબરે રાજ્ય પોલીસ પ્રમુખ લોકનાથ બેહરા સાથે મુલાકાત કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુરૂવારે જણાવ્યું કે, તેમની પાસે બુધવારે એક ફરિયાદ આવી છે. ત્યારબાદ તેમણે ડાયરેક્ટર પર ભારતીય દંડ સંહિતાની વિભિન્ન કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મેનને અભિનેત્રી સાથે ઘણી જાહેરાતો બનાવી છે કે જેમાં મંજુ મુખ્ય ભૂમિકામાં હતી. સ્થાનિક મીડિયા અનુસાર પુરસ્કારથી સન્માનીત અભિનેત્રીએ મેનન અને તેમના એક મિત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, વરિયરે તપાસ માટે કેટલાક પાક્કા પૂરાવા પણ પોલીસને સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસોથી એકવાર ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં MeTooને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.