મહિલાએ કર્યો બૉલીવુડના આ ફેમસ સિંગર પર કેસ, કહ્યું- મારી સાથે ફોન પર કરી ખરાબ રીતે વાતચીત
જ્યારે અભિજીતનો સંપર્ક સાધવામાં આવ્યો તો, તેમને કહ્યું કે, તે મને ધમકી આપી ચૂકી છે અને બીજા મારી પાસે પૈસા માગી રહ્યાં છે. મે એક કૉમર્શિયલ પ્લેસ ભાડે આપી હતી, મારા જે ભાડુઆત છે તે ત્યાં થોડુક કામ કરાવી રહ્યાં હતા, જેને લઇને તે મહિલાએ અડંગો નાંખ્યો, જોકે, તે જગ્યાનો માલિક હું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મહિલાએ આરોપ લગાવ્યો કે અભિજીતે તેને ફોન પર જ ગાળાગાળી કરી, બાદમાં મહિલાએ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે આઇપીસીના સેક્શન 509 અને 506 અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
મુંબઇઃ બૉલવુડના ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ચ એકવાર ફરીથી મુસીબતમાં ફસાઇ ગયા છે. મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ એક કેસ નોંધવામાં આવ્યો છે. અભિજીત પર એવો આરોપ લાગ્યો છે કે તેમને એક મહિલાને ફોન પર વાતચીત દરમિાયન ગાળાગાળી કરી, હવે પોલીસ કેસની તપાસ કરી રહી છે.
ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ચ વિરુદ્ધ મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કેસ નોંધાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના એવી હતી કે, અભિજીતના ભાડુઆત સોસાયટીમાં કંઇક ડ્રિલીંગનું કામકાજ કરી રહ્યાં હતા. આ મામલે મહિલાની અભિજીત સાથે ફોન પર જ લડાઇ થઇ ગઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -