Istanbul: તુર્કીમાં 23 વર્ષની એક મૉડલ મર્વ તાસ્કિનને કેટલાક મહિનાઓ પહેલા તુર્કીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તેને ઇન્ટરનેટ પર અશ્લીલ કૉમેન્ટ શેર કરવાના મામલામાં ધરપકડ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં મૉડલ મર્વ તાસ્કિન નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ શહેર હતી, તે દરમિયાન તેને ત્યાં સ્થિત એક સેક્સ ટૉપ સ્ટૉરમાં કેટલીક તસવીરો ખેંચી. તે તસવીરોને તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી દીધી. આ કારણે તેના પર તુર્કીમાં કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર તુર્કીમાં કેસ નોંધાયો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત છે કે, તુર્કીના કાયદા પ્રમાણે કોઇપણ પ્રકારના અશ્લીલ વીડિયો કે કન્ટેન્ટ શેર કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવે છે.
આવામાં આવા કેસમાં વ્યક્તિ પર અશ્લીલતા ફેલાવવાનો કેસ ચાલી શકે છે અને તેના પર મોટો દંડ કે પછી ત્રણ વર્ષની સખત જેલની સજા પણ થઇ શકે છે. બીબીસી સાથે વાત કરતા મૉડલ મર્વ તાસ્કિને કહ્યું- મારો હેતુ અશ્લીલતા ફેલાવવાનો કે કાયદો તોડવાનો બિલકુલ ન હતો, મે આ વીડિયો માત્ર મજાકમાં જ નાંખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મર્વ તાસ્કિન તુર્કીમાં એક મોટી સોશ્યલ મીડિયા પર્સનાલિટી (Social Media Personality) માનવામાં આવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 6 લાખ ફોલોઅર્સ છે.
બર્થડે મનાવવા ગઇ હતી અમ્સ્ટર્ડમ-
નોંધનીય છે કે, મૉડલ મર્વ તાસ્કિન પોતાનો 23મો જન્મદિવસ મનાવવા દોસ્તો સાથે અમ્સ્ટર્ડમ ગઇ હતી, ત્યાં તેને પોતાના મિત્રોની સાથે તે એક સેક્સ ટૉય સ્ટૉરમાં પણ ગઇ હતી. તે સ્ટૉરની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી દીધી. તેનુ કહેવુ છે કે તેનો હેતુ ફક્ત એટલો જ હતો કે તે પોતાના ફોલોઅર્સને કંઇક નવી પૉસ્ટ કરવા માંગતી હતી, પરંતુ તુર્કીના અધિકારીઓએ આ વીડિયોને અલગ રીતે જોયો અને તેના પર કેસ ઠોકી દીધો. તેને બતાવ્યુ કે, કોર્ટનુ સમન મળ્યા બાદ તેને કેટલાય ફોટોઝ ડિલીટ કરી દીધા છે. મૉડલ પર કેસ નોંધાયા બાદ આ નેધરલેન્ડમાં ચર્ચાનો વિષય બન્યો છે.