નવી દિલ્હીઃ પત્ની સાથે શારીરિક સંબંધોને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મહત્વનુ અને મોટુ નિવેદન આપ્યુ છે. એક કેસમાં ચૂકાદો આપતા હાઇકોર્ટે સેક્સૂઅલ રિલેશન અંગે ટિપ્પણી કરી હતી. ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારના એક ચૂકાદો આપ્યો હતો, કોર્ટે કહ્યું- 15 વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ દુષ્કર્મ નહીં માનવામાં આવે. કોર્ટના આ સ્ટેટમેન્ટથી કૃતુહલ પેદા થયુ છે. 


એક કેસની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યુ કે, 15 વર્ષથી મોટી પત્નિ સાથે શરીર સુખ માણો એ બળાત્કાર કહેવાય કે નહીં ? ત્યારે કોર્ટે તેને દુષ્કર્મ ના ગણી શકાય એવુ સ્ટેટમેન્ટ આપ્યુ હતુ. હાઇકોર્ટે કહ્યું છે કે- આઈપીસીની કલમ 375માં 2013માં સંશોધન થયું છે. આવામાં આ દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતું. આ મામલો મુરાદાબાદનો છે.


કોર્ટે કહ્યું- નાબાલિગ પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવાના મામલે હાઈકોર્ટે આરોપી પતિના જામીન અરજી મંજૂર કર્યા છે. આ કેસમાં પતિ પર દહેજ માટે ત્રાસ આપવાનો અને અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ મામલો મુરાદાબાદનો છે, જ્યાં પત્નીએ પોતાના પતિની વિરુદ્ધ દહેજ, મારઝૂડ કરવા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવવાને લઈને કેસ કર્યો હતો. આ મામલે પતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક અન્ય કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, લગ્નનો ખોટો વાયદો કરીને શારીરિક સંબંધ બનાવવો રેપ ગુનાની શ્રેણીમાં આવવું જોઇએ. કૉર્ટે અરજીકર્તાના જામીન મંજૂર કરતા શરતોની સાથે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે બળાત્કારના આરોપમાં દોષીની અપીલ પર સંભળાવેલા ચૂકાદામાં આ ટિપ્પણી કરી. કોર્ટે આને લઈને કાયદો બનાવવાની વાત કહી હતી. આઈપીસીની કલમ 375માં 2013માં કરવામાં આવેલા સંશોધન બાદ 15 વર્ષની ઉંમરથી વધારે વયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતા. કૉર્ટે કહ્યું કે, કલમ 375માં અનેક સંશોધન કરવામાં આવ્યા છે.