‘સેલિબ્રિટીએ મેસેજ કર્યો- સેક્સ કરવા માગુ છું, આ કપડા પહેરીને આવજે’, એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
હર્ષાલી અનુસાર મને કંઈ જ સમજાયું નહીં કે હું આના પર શું પ્રતિક્રિયા આપું. હું ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે હું જાણતી હતી કે તે મોટો માણસ છે અને તે રાજનીતિ સાથે પણ જોડાયેલ છે. મને ખબર હતી કે જો હું અપશબ્દનો ઉપયોગ કરીશ તો તે મારી સાથે કંઈપણ કરી શકે એમ હતો.
જોકે બાદમાં મેં તેને હિન્દીમાં પૂછ્યો તો તેમણે કહ્યું કે, આ રોલ માટે કોમ્પ્રોમાઈસ કરવું પડશે મેડમ. હું આ સાંભળીને શોક્ડ થઈ ગઈ. તે બોલીવુડ કે મરાઠી ફિલ્મોમાં ભલામણ કરે તો કોઈપણ મને લઈ લે એટલો પાવરફુલ છે. હર્ષાલિની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
તેણે મને પોતાની ફિલ્મમાં રોલ આપવા માટે કહ્યું પરંતુ સાથે એ પણ કહ્યું કે તેના માટે સમાધાન પણ કરવું પડશે, મને સમજાયું નહીં કે તે શું કહેવા માગે છે. મે તેની કલ્પના પણ કરી ન હતી. મેં તેને કહ્યું કે મને તમારી વાત સમજમાં ન આવી. મેં આ વાત તેને અંગ્રેજીમાં કહી પરંતુ તેને અંગ્રેજી સારી રીતે આવડતું ન હતું.
મેં આ મામલો ખૂબ જ ચતુરાઈ સાથે સંભાળ્યો હતો અને મેં એને કહ્યું કે હું તમને મળીશ. ત્યાર બાદ તેણે મને હોટલમાં આવવા કહ્યું અને સાથે એ પણ કહ્યું કે ક્યા રંગનો ડ્રેસ પહેરીને આવવો.
મુંબઈઃ કાઉચ માટે બદનામ ફિલ્મ ઉદ્યોગનો વધુ એક કિસ્સા સામે આવ્યો છે. મરાઠી એક્ટ્રેસે હર્ષાલી ઝાઈને અંગ્રેજી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારી સાથે દરેક વખતે કાસ્ટિંગ કાઉચ થયું હતું જ્યારે હું કોઈ રોલ કે કોઈ ઓડિશન માટે જતી હતી. મને એક મોટી વ્યક્તિએ એપ્રોચ કરી, હું એનું નામ નથી લેવા માગતી. આ ઘટના મારા માટે ખૂબ જ હેરાન કરી મુકે એવી હતી. એ વ્યક્તિએ મને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો અને કહ્યું કે, હું તારી સાથે સેક્સ કરવા માગું છું.